ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય(રાણીબાગ)ની મુલાકાતે આવનારા પ્રવાસીઓને કાફેટેરિયામાં ફક્ત શાકાહારી ભોજન જ મળવાનું છે. શિવસેનાના આ નિર્ણયને પ્રાણીપ્રેમીઓની સાથે જ શાકાહારીઓએ વધાવી લીધું છે. પરંતુ શિવસેનાને કેફેટેરિયામાં માંસાહાર ભોજન રાખવાનો વિરોધ કરતા અમુક લોકોને તે વાત પસંદ આવી નથી.
રાણીબાગમાં આવેલા કેફેટેરિયાની જગ્યા ભાડા પર આપવાનો પ્રસ્તાવ સુધાર સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો. જેમાં અહીં ફક્ત શાકાહારી ભોજન જ મળશે એવી શરત હોવાનું કહેવાય છે. સુધાર સમિતિમાં આ કેફેટેરિયા પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવવાનું છે, તે માટે દર મહિને 5,50,025 રૂપિયાનું ભાડું વસૂલવામાં આવવાનું છે.
કંગાળ થઈ ગયેલી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા પ્લોટની કરશે ઈ-લીલામી; જાણો વિગત
સૌથી વધુ શાકાહારી પૂરક શહેર તરીકેનો પેટા ઈન્ડિયા આ સંસ્થા તરફથી મુંબઈને 2021નો પુરસ્કાર મળ્યો હતો, જે મુંબઈના મેયર કિશોરી પેડણેકરે સ્વીકાર્યો હતો. ત્યારબાદ મુંબઈમાં ફરી શાકાહાર-માંસાહારનો મુદ્દો ચગ્યો છે.