News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસથી ભાઈંદરના ઉપરના વિસ્તારોમાં આવેલા કેશવ સૃષ્ટિ વિસ્તારમાં દીપડો જોવા મળી રહ્યો છે. કેશવ સૃષ્ટિમાં રહેતા શ્રમિકોના ઘરની આસપાસ રહેતી મરઘીઓ એકાએક ગાયબ થયા બાદ રાત્રીના અને વહેલી સવારે અવારનવાર દીપડો જોવા મળી રહ્યો છે. આ ભાગોના ગાઢ જંગલમાં આવેલી કેશવસૃષ્ટિ પાસે આવેલી શાળાના પટાંગણમાં પણ દીપડાઓ લટાર મારતા જોવા મળતા હોવાથી વાલીઓ પોતાના બાળકોને સવારે શાળાએ મોકલતા ડરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત
અગાઉ માર્ચ મહિનામાં પણ બિરસામુંડા પાડા ખાતે પ્રથમ વખત દીપડો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપ કર્યા પછી, લગભગ ત્રણ વર્ષનો એક માદા દીપડો ભાયંદર વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી દીપડો ગાયબ થઈ ગયો. ત્યારબાદ જુલાઈના અંતમાં દીપડો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ દીપડાને કેદ કરવાની માંગ કરી છે. જોકે દીપડાએ હજુ સુધી માનવીઓ પર હુમલો કર્યો ન હોવાથી વનવિભાગે જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ- એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી આ મોટી જવાબદારી