News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના કુર્લા(Kurla) વિસ્તારના શિવસેના(Shivsena)ના ધારાસભ્ય (MLA)મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ની પત્નીએ રવિવારે રાતના રહેતા ઘરે આત્મહત્યા કરી લીધી હતી.
કુર્લા(Kurla)ના નહેરુનગરમાં મંગેશ કુડાળકર (Mangesh Kudalkar)રહે છે. તેમના 42 વર્ષના પત્ની રજનીએ રાતના 9.30 વાગ્યાની આસપાસ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા ઘરમાં ગળે ફાંસો લગાવેલે હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ‘ રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.
નહેરુ નગર પોલીસે(Police) મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પોલીસના કહેવા મુજબ તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ થોડા દિવસ પહેલા જ તેમના પુત્રનું બાઈક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારથી તેઓ ડિપ્રેશનમાં હોવાનું કહેવાય છે.
મીડિયા હાઉસના કહેવા મુજબ મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ના પત્નીનું થોડા વર્ષ પહેલા અવસાન થયા બાદ તેમણે રજની સાથે બીજા લગ્ન કર્યા હતા. રજનીના પણ આ બીજા લગ્ન હતા. થોડા દિવસ પહેલા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો દીકરો પહેલા પતિથી હતો.