Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!

છેલ્લાં આઠ વર્ષથી સુપરહિટ નવરાત્રિનું આયોજન કરનારી 'શોગ્લીટ્સ ઈવેન્ટ્સ' ગુજરાતની સ્વર સામ્રાજ્ઞિ ગીતા રબારીને એક નવા અંદાજ સાથે પ્રસ્તુત કરે છે અને એ આયોજનના એક ભાગ રુપે ગઈકાલે બોરીવલીમાં ગ્રાન્ડ રીહર્સલ યોજાઈ ગયું.

by Dr. Mayur Parikh
Geeta Rabari મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારી

News Continuous Bureau | Mumbai

જે ઉત્સવના આયોજનને માનનીય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના શુભાશીષ પ્રાપ્ત થયા હોય અને ભૂમિ પૂજનમાં માનનીય પૂર્વ સાંસદ શ્રી ગોપાલ શેટ્ટી તથા બોરીવલીના ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાય જેવા ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હોય એવા આ ઉત્સવના ગઈકાલે થયેલા ભવ્ય રિહર્સલની પણ મુંબઈમાં ચર્ચા થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે આજથી શરુ થઈ રહેલી સૌથી મોટી નવલી નવરાત્રિના ગ્રાન્ડ રિહર્સલનું આયોજન ગઈકાલે થયું હતું ત્યારે મંત્રમુગ્ધ થઈ જવાય એવો માહોલ બંધાયો હતો. રીહર્સલમાં પણ અનેક ખેલૈયાઓ હાજર રહ્યાં હતાં. એ માટે પણ જોરદાર ઓડિયોવિડીયોની વયવસ્થા કરવામાં હતી. મજાની વાત એ છે કે આ ગીતાબહેનના મંત્રમુગ્ધ કરી દેતા સ્વર અને જલસાને માણવા માટે રસ્તે જતી ગાડીઓ પણ પળવાર માટે થોભી ગઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક લોકો અનેક દિવસથી ધોધમાર તૈયારીઓ કરી રહ્યા છે. આ ઉત્સવ કેટલો ભવ્યાતિભવ્ય બની રહેવાનો છે એની આછેરી ઝલક કાલના ગ્રાન્ડ રિહર્સલ દરમિયાન આ રીતે મળી હતી. ઓફિશિયલી નવરાત્રિ શરુ થાય એ પહેલાં જ બોરીવલીમાં માતાજી પધારી ગયાં હોય એવી અનુભુતિ રિહર્સલ દરમિયાન ગ્રાઉન્ડમાં હાજર સર્વે ભાવકોને થઈ હતી.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારી

ગરબા રસિકો માટે પ્રથમ દિવસે ભવ્ય મેગા સરપ્રાઇઝનું આયોજન પણ થયું છે. ગીતા રબારીની એન્ટ્રી ભવ્ય આતશબાજી સાથે થવાની છે એ તો ખરું જ પણ સાથે ખેલૈયાઓએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય એવા સરપ્રાઇઝનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ વર્ષની નવરાત્રિ ગરબા રસિકોને વર્ષો સુધી હ્રદયસ્થ રહેશે.

આજથી શરુ થઈ રહેલા, ઐતિહાસિક રુદ્રમાર ગ્રુપ દ્વારા આયોજિત  ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ ૨૦૨૫’માં સ્વર સામ્રાજ્ઞિ ગીતા રબારી પહેલી વાર પ્રસ્તુતિ આપશે. અગાઉ ક્યારેય કોઈએ જોયો નહીં હોય એવો જલસો આ વખતે થવાનો છે એ તો પાકી વાત છે. ગીતાબહેનના ટ્રેડિશનલ અંદાજના તો આપણે સહુ ફેન છીએ જ પરંતુ આ વખતે તેઓ પોતાના આ ટ્રેડિશનલ અંદાજ સાથે એક નવા મુંબઈયા પ્લેલિસ્ટથી પણ ખૈલૈયાઓને રસતરબોળ કરાવવા તૈયાર છે. બોરીવલીને ‘નવરાત્રિની રાજધાની’ પણ કહેવામાં આવે છે. આ વર્ષે પણ અહીંયા સૌથી મોટા અને ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. આ ઉત્સવ ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર ૪માં થયું છે. ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા અને ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતા ગીતા રબારી પહેલીવાર બોરીવલીમાં તેમના મંત્રમુગ્ધ કરી નાખનારા અવાજનો જાદુ પાથરવાના છે. 

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારી

આ વર્ષનું સૌથી અનોખું આકર્ષણ એટલે ગીતા રબારીનું તદ્દન નવું પ્લેલિસ્ટ. ગીતાબહેન પરંપરાગત ગુજરાતી ગીતોની સાથે-સાથે મુંબઈની થીમ પર આધારિત ગીતો પણ પ્રસ્તુત કરશે. એવું કહી શકાય કે ગરબા રસિકો કોરા કેન્દ્ર ખાતે આ વર્ષે પરંપરા અને આધુનિકતાના અદ્દ્ભુત સંયોજનના સાક્ષી બનવાના છે. આ એવું સંયોજન હશે જે અત્યાર પહેલાં ક્યાંય સાંભળવામાં આવ્યું નથી અને જે આ ઉત્સવને અનોખું બનાવશે.

મહોત્સવની ભવ્યતા અને અદ્વિતિય વ્યવસ્થા

‘સુરભિ નવરાત્રિ ઉત્સવ ૨૦૨૫,’ ‘રદ્રામર ગ્રુપ’ દ્વારા પ્રસ્તુત અને ‘શો ગ્લીટ્ઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા નિર્મિત અને પ્રચારિત છે. આ ઉત્સવનું આયોજન ‘સાઈ ગણેશ વેલફેર એસોસિએશન’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય આયોજન નથી પરંતુ એક વિશાળ અને અપ્રતિમ રીતે આયોજિત થનારો મહોત્સવ છે. છેલા આઠ વર્ષથી સતત સફળ નવરાત્રિ ઉત્સવોનું આયોજન કરી રહેલા આયોજક શોગ્લીટ્ઝે આ વખતે પણ ભવ્યાતિભવ્ય જલસા માટે કમર કસી છે. આ આયોજન અગાઉની દરેક નવરાત્રિઓથી વધુ ભવ્ય હશે એની આયોજક ખાતરી આપે છે.

ખાસ વિશેષતાઓ

વિશાળ ડાન્સ ફ્લોરઃ ૧,૨૫૦૦૦ ચોરસ ફૂટનો કાર્પેટવાળો લાકડાનો ડાન્સ ફ્લોર તૈયાર કરવામાં આવ્યું છે જે ખેલૈયાઓનેને ઉત્તમ ગરબાનો અનુભવ પ્રદાન કરશે.

ઉત્તમ સુવિધાઓ: ૧૦૦૦થી વધુ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સ્વાદિષ્ટ વાનગીઓ માટે વિશાળ ફૂડ કોર્ટ હાજર પણ છે. મેટ્રો તેમજ હાઈવેની ખૂબ નજીક હોવાથી મુંબઈના ગમે તે ખૂણેથી આવવાજવામાં સરળતા રહેશે.

અદ્વિતીય અનુભવઃ અત્રે વર્લ્ડ-ક્લાસ સાઉન્ડ અને લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી સંગીત અને ઉત્સવનું વાતાવરણ સંપૂર્ણ રીતે જીવંત બની શકે.

સુરક્ષાઃ ૪૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓ, ૧૦૦ CCTV કેમેરા અને ૨૦૦ સ્વયંસેવકો એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ સુરક્ષિત અને નિશ્ચિંત થઈને ઉત્સવનો આનંદ લઈ શકે.

ચોમાસાની ચિંતા નથી: આ એક ઓલ-વેધર ઈવેન્ટ છે. વરસાદ હોય કે ન હોય, ગરબા પ્રેમીઓ કોઈપણ અવરોધ વગર ઉત્સવની મજા માણી શકશે.

સંતોષ સિંહ, ડિરેક્ટર, શોગ્લીટ્ઝ :

“છેલ્લાં આઠ વર્ષથી અમે તમને એક જ વચન આપ્યું છે અને એ છે દર વર્ષે એક વધુ સારો અનુભવ આપવાનો. શોગ્લીટ્ઝ નવરાત્રિ અમારા માટે માત્ર એક ઈવેન્ટ નથી પણ એ અમારી પરંપરા, અમારો સંકલ્પ અને આપ સૌની સાથેનો અમારો સંબંધ છે. આ વર્ષે પણ એક નવા વેન્યુ, નવા મેદાન પર ગીતાબહેન રબારીની સંગાથે તથા પહેલાં કરતાં પણ વધુ ભવ્યતા સાથે અમે તમારા માટે એક એવો મહોત્સવ લઈને આવી રહ્યા છીએ જે હંમેશ માટે તમારા હૃદયમાં વસી જશે. આ ઇવેન્ટ જ્યાં યોજાઈ રહ્યું છે ત્યાંથી મેટ્રો સ્ટેશન માત્ર પાંચ મિનિટના અંતરે અને લિંક રોડ બે મિનિટના અંતરે છે. ૧.૨૫ લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લે એરિયા અને ૧૦૦૦થી વધુ ગાડીઓ માટે પાર્કિંગની સુવિધા અમે આપી છે. આનો અર્થ છે આરામ, સુવિધા અને ભવ્યતા – બધું એક જ જગ્યાએ! અમારી આઠ વર્ષની આ વિરાસત સાથે અમે ફરી એકવાર સાબિત કરીશું કે શોગ્લીટ્ઝ નવરાત્રિ મુંબઈનો સૌથી મોટો અને સૌથી અદ્વિતિય નવરાત્રિ ઉત્સવ છે.”

ગીતા રબારી :

“હું પહેલીવાર બોરીવલીમાં પરફોર્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. દરરોજ રાત્રે ૩૦,૦૦૦થી વધુ લોકોની સામે પરફોર્મ કરવું એ સપનું સાકાર થવા જેવું હશે અને હું આ નવરાત્રિ દરેક વ્યક્તિ માટે આ નવરાત્રિ અપ્રતિમ રીતે અવિસ્મરણીય બની રહે એ માટે મારું શ્રેષ્ઠ આપીશ.”

આ ઉત્સવ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ પરંપરા, ભક્તિ અને આધુનિકતાનું અદ્ભુત સંગમ છે. જે મુંબઈના ગરબા પ્રેમીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ લઈને આવ્યો છે. તો તૈયાર થઈ જાઓ, નવલી નવરાત્રિના આ સપરમા દિવસો દરમિયાન બોરીવલીમાં સાક્ષાત મા અંબાની સંગે ગરબે રમવા !

નોંધ:

પહેલા દિવસે એક અનોખું સરપ્રાઈઝ છે જેમાં ગીતા રબારીની ધમાકેદાર એન્ટ્રી થશે જે સમા બાંધશે.

ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને બલ્ક પાસ માટે 9069876969 પર સંપર્ક કરી શકાશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More