News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) અનંત ચતુર્દશી(Anant Chaturdashi) પર, ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા(Ganapati Bappa Visarjan Yatra) દરમિયાન લાલબાગ-પરેલ(Lalbagh-Parel) વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ ગણેશોત્સવ(Ganesh Utsav) પ્રતિબંધ મુક્ત યોજાયો હોવાથી ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ભીડનો લાભ લઈને ચોરટાઓની ટોળકીએ(gang of thieves) 50 જેટલા મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની લૂંટ (Robbery of mobile phones and gold jewellery) ચલાવી હોવાનું જણાયું છે.
ગણપતિની શોભાયાત્રા(Shobhayatra) દરમિયાન ચોરાયેલી વસ્તુઓની ફરિયાદ(Report of stolen items) નોંધાવા મોટી સંખ્યામાં ગણેશભક્તો(Ganesha devotees) કાલાચોકી પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. લાલબાગચા રાજાને વિદાય આપવા અને તેમના દર્શન કરવા મોટી ભીડ એકઠી થઈ હતી. ચોરોએ ભીડનો લાભ લઈને ઘણા ગણેશ ભક્તોની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ ઘટના બપોરે 1 વાગ્યાથી 1.30 વાગ્યાની વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા કાલાચોકી પોલીસે ગણેશોત્સવ દરમિયાન ઝારખંડથી મોબાઈલ ફોન ચોરી કરવા આવેલા બે યુવકોની ધરપકડ કરી હતી.
#લાલબાગચા રાજાના #વિસર્જનમાં ચોરટાઓને મળ્યું મોકળું મેદાન #ભક્તોના ફોન અને #દાગીના લૂંટાયા #Mumbai #LalbaugchaRaja #GaneshChaturthi2022 #GaneshVisarjan #MumbaiPolice #mobiletheft #Devotee #newscontinuous pic.twitter.com/xxaR1k9FkL
— news continuous (@NewsContinuous) September 10, 2022
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- બોરીવલીમાં કચરાના ડબ્બામાંથી મળેલી નવજાત બાળકીની માં બની ખાખી વર્દી- બાળકીના ઉજવળ ભવિષ્ય માટે લીધો આ નિર્ણય
શુક્રવાર અને શનિવારની બપોર સુધીમાં 50થી વધુ મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાઈ છે અને 20થી વધુ સોનાની ચેઈન ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોએ માહિતી આપી છે કે હાલમાં પણ અનેક લોકો ફરિયાદ નોંધાવવા આવી રહ્યા છે.