News Continuous Bureau | Mumbai
Surat: નહેરુ યુવા કેન્દ્ર-સુરત ( Nehru Yuva Kendra Surat ) દ્વારા હજીરા રોડ સ્થિત ઓરો યુનિવર્સિટી ( auro university ) ખાતે મતદાન જાગૃતિ અને નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ નોંધણી તેમજ મતદાન પ્રક્રિયા વિષે સમજ મેળવી હતી.
આ કાર્યક્રમમાં ( Voting awareness programme ) વિદ્યાર્થીઓને ઈવીએમનો ( EVM ) ડેમો આપી સમગ્ર મતદાન પ્રક્રિયા તેમજ લોકશાહીમાં તેમની મહત્વની ભૂમિકા વિષે સમજાવ્યું હતું. સાથે જ તેઓને મતદાન નોંધણી અને તેમા સુધારા માટેની ઓનલાઈન પ્રક્રિયાની જાણકારી આપી મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Voting awareness and voter registration program organized by Nehru Yuva Kendra-Surat at auro university
આ પ્રસંગે ચોર્યાસી મામલતદાર વિકાસ વાઘેલા, નાયબ મામલતદાર ઉષા ચૌધરી, ટેકનિકલ અધિકારી જયશિલકુમાર નાઈ, આવિષ્કાર સુથાર, નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, જૈવિકભાઈ રૈયાણી, ઓરો યુનિવર્સિટીના ડૉ.પાપરીદાસ તથા આસિ. પ્રોફેસર સુનિલ કુમાર, અખિલેશ લતોરિયા, જુહી ખેંગાર, ભાનુ પ્રતાપસિંહ અને સહિત અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Voting awareness and voter registration program organized by Nehru Yuva Kendra-Surat at auro university
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.