ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે. છતાં નવા વર્ષમાં કેન્દ્ર સરકારે સસ્તામાં સોનું ખરીદવાની તક સામાન્ય નાગરિકોને આપી છે. કેન્દ્ર સરકાર સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા સસ્તામાં સોનાનું વેચાણ કરવાની છે. ગ્રાહકો સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકશે..
કેન્દ્ર સરકારના આદેશ મુજબ રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોવરેન બોન્ડ જાહેર કર્યા છે. જે 10 થી 14 જાન્યુઆરી સુધી ખરીદી માટે ઉપલબ્ધ હશે. એક બોન્ડની કિંમત એક ગ્રામ સોનાની કિંમત જેટલી એટલે કે 4,786 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે માટે ઓનલાઈન અરજી કરવી પડશે. સોવરેન બોન્ડ એક સરકારી બોન્ડ હોઈ તેની કિંમત સાની કિંમત સાથે સંબંધ રાખે છે.
આજથી કોરોના રસીનો પ્રિકોશન ડોઝ આપવાની થઈ શરૂઆત, જાણો કોને, બે રસી પછી કેટલા સમયે આ ડોઝ લેવાશે..
ડિજિટલ સોનાની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે અને ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ગોલ્ડ બોન્ડનું વેચાણ કરી રહી હોવાનું કહેવાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડ 2021-22 અંતર્ગત 10થી 14 જાન્યુઆરી દરમિયાન સરકાર તરફથી બોન્ડનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ સોનુ પ્રત્યક્ષ રૂમમાં નથી પરંતુ બોન્ડના સ્વરૂપમાં છે. 2015ની સાલથી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે.