Site icon

ED action:EDની મોટી કાર્યવાહી, ફાર્મેક્સ ઇન્ડિયા લિમિટેડની જપ્ત કરી અધધ રૂ. 62 કરોડની સંપત્તિ, જાણો શું સમગ્ર મામલો..

ED action: જપ્ત કરાયેલી મિલકતોમાં ફાર્મેક્સ ઇન્ડિયા લિમિટેડ, તેના MD મોરથલા શ્રીનિવાસ રેડ્ડી અને તેના ભાઈ એમ. મલ્લા રેડ્ડી (ફાર્મેક્સ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર)ની 23 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.

ED action ED seizes Farmax India Ltd Assets Worth Rs 625 Cr In FEMA violation case

ED action ED seizes Farmax India Ltd Assets Worth Rs 625 Cr In FEMA violation case

News Continuous Bureau | Mumbai

ED action: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફાર્મેક્સ ઇન્ડિયા લિમિટેડ ( FIL ), તેના પ્રમોટર્સ ( promoters ) અને ડિરેક્ટર્સની ( Directors ) રૂ. 62 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( FEMA ), 1999ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

62 કરોડની જંગમ અને સ્થાવર મિલકત જપ્ત

આજે જારી કરાયેલા એક નિવેદનમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે FIL, તેના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સની 62 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં FIL, તેના MD મોરથલા શ્રીનિવાસ રેડ્ડી અને તેના ભાઈ એમ.મલ્લા રેડ્ડી (ફાર્મેક્સ ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર)ની 23 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Google Pay Alert : Google Pay યુઝર્સ સાવધાન, ભૂલથી પણ આ એપ્સને ન કરજો ડાઉનલોડ, નહીં તો બેંક ખાતું થઈ જશે ખાલી..

આ છે કેસ

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું હતું કે આ જપ્ત કરાયેલી મિલકતોમાં પ્રમોટર્સના નામે મેસર્સ ફાર્માક્સ ઇન્ડિયા લિમિટેડના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આમાં એમએસઆર ઈન્ડિયાના શેરનો ( MSR India share ) પણ સમાવેશ થાય છે જે મૂળ મોરથલા શ્રીનિવાસ રેડ્ડી પાસે હતા, જે પાછળથી તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version