News Continuous Bureau | Mumbai
Praful Patel : કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(PVKS) કાર્યક્રમ અંતર્ગત યોજનાના લાભાર્થીઓ કારપેન્ટર, લુહાર, સોનાર, બોટ મેકર, દરજી, શિલ્પકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાન દાદરા નગર હવેલી દમણ,દીવ, અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ અને વિશ્વકર્માના લાભાર્થીના વરદ હસ્તે દીપ પ્રજ્જવલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

એપીજી અબ્દુલ કલામ ઓડિટોરિયમ(APJ Abdul Kalam Auditorium) ખાતે રેલવે દ્વારા આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન દાદરા નગર હવેલી દમણ,દીવ, અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલભાઇ પટેલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.એમના સથવારે મુંબઈ રેલવેના જનરલ મેનેજર નીરજ વર્મા હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ ઉદ્યોગકારો સહિત મોટી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે યોજનાથી અવગત કરાવ્યા હતા. સ્થાનિક લાભાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી. અને લાભાર્થીઓને પ્રોત્સાહક બળ પૂરું પાડતા જણાવ્યું કે 3 લાખ રૂપિયા રોકડ સુધીની લોન વિશ્વકર્મા લાભાર્થીને મળશે, લોકોને પોતાના ધંધા માટે કોઈ શાહુકારો પાસે નહિ જવું પડે.

શ્રી પટેલે કહ્યું, “પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓળખ સાથે ખેડૂતની પણ ચિંતા કરી છે અને 6000 રૂપિયા સહાય પેટે વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શનની ચિંતા કરી એના ખાતામાં જમા કરાવે છે. અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું કેભારત સરકારની તમામ યોજના ગ્રાઉન્ડ લેવલે પૂરું પાડવા તાલીમ પુરી પાડવાનો આદેશ કર્યો. નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે”.
આ સમાચાર પણ વાંચો : PM Modi Birthday : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે રૂ. 15 હજાર કરોડની “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના”નો શુભારંભ
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે કેન્દ્ર સરકારની પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી દાદરા નગર હવેલી,દમણ, દીવ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાનાનાના કારીગરોને નાણાંકીય સમાવેશનમાં જોડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ છે. આ યોજનાનો લોન્ચિંગ કાર્યક્રમ ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ દિલ્હીથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.