ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
RBIની મૌદ્રિક નીતિના ડિસેમ્બર મહિનાની બેઠકમાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
એટલે કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત એમએસએફ દર અને બેંક દર 4.5% પર અપરિવર્તિત છે.
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રેપો રેટ તે દરોને કહેવામાં આવે છે જેના પર RBI બેંકોને શોર્ટ ટર્મ ઉધાર આપે છે અને રિવર્સ રેપો રેટ તે દરોને કહે છે જેના પર બે બેંકો પાસેથી ઉધાર લે છે.
મુંબઈ મહાનગરપાલિકામાં નવા 9 વોર્ડના સમાવેશ કરવા સામે ભાજપે મૂકી હાઈકોર્ટમાં દોડ, જાણો વિગત
