News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલ્વે દવારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવામાં આવ્યા છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નં. 09437 ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ, જે 8 ઓક્ટોબર, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 12 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09438 સિયાલદહ-ગાંધીધામ સ્પેશિયલ, જે 11 ઓક્ટોબર, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 15 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નં. 09437 ના વિસ્તૃત દોડ માટે બુકિંગ 26 સપ્ટેમ્બર, 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત