Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઓડિશન વિના થઈહતી અમિત ભટ્ટની એન્ટ્રી, આ અભિનેતા ને કારણે મળ્યો બાપુજી નો રોલ; જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

ટીવી ની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008થી સતત પ્રસારિત થઈ રહી છે. વર્ષોથી આ ટીવી સિરિયલે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે.આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં જેઠાલાલ, દિલીપ જોશી, બાપુજી, અમિત ભટ્ટ અને બબીતા ​​જી, મુનમુન દત્તા જેવા પાત્રોનો સમાવેશ થાય છે.આ સિરિયલ ના દરેક પાત્ર એ દર્શકો ના દિલમાં ખાસ જગ્યા બનાવી  છે.આજે અમે તમને આ ટીવી સિરિયલમાં બાપુજીની ભૂમિકા ભજવી રહેલા અમિત ભટ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમિત હિન્દી અને ગુજરાતી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તમને જણાવી દઈએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાપુજીના રોલમાં જોવા મળેલા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશી કરતા નાના છે. હા, જ્યાં અમિત ભટ્ટની ઉંમર 49 વર્ષની નજીક છે, ત્યાં દિલીપ જોશીની ઉંમર 53 વર્ષની છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાપુજીનો રોલ પહેલા દિલીપ જોશીને જ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સે તેમને જેઠાલાલનો રોલ ઑફર કર્યો હતો. સમાચારોનું માનીએ તો દિલીપ જોશી ના ઇન્કાર કર્યા બાદ બાપુજીનું પાત્ર ભજવનાર અભિનેતાની શોધ શરૂ થઈ.એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત ભટ્ટે જણાવ્યું કે તેઓ દિલીપ જોશી એટલે કે જેઠાલાલ સાથે ગુજરાતી નાટક અને ફિલ્મ કરી ચૂક્યા છે. તેની સાથે બોન્ડિંગ ખૂબ જ સારું હતું. આ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ ચંપક લાલના પાત્ર માટે ઘણા ઓડિશન લીધા હતા, પરંતુ તેમને કોઈ પણ પસંદ નહતું આવતું . ત્યારબાદ દિલીપ જોશીએ તેમને અમિત  ભટ્ટનું નામ સૂચવ્યું.

આ સમાચાર પણ વાંચો : ફરી વિવાદો માં આવ્યો કપિલ શર્મા, ડિરેક્ટરે કોમેડિયન પર લગાવ્યા આ ગંભીર આરોપ; ડઝનો શું છે મામલો

અસિત મોદીએ અમિત ભટ્ટને મળવા માટે હોટલમાં બોલાવ્યા અને તેઓ માત્ર 5 મિનિટ સુધી તેમની સામે જોતા રહ્યા. આ મીટિંગ પછી અમિત ભટ્ટને ઓડિશન વિના ચંપક લાલનું પાત્ર મળ્યું. તેણે એ પણ જણાવ્યું કે તેને ક્યારેય ક્યાંય ઓડિશન આપવું નથી પડ્યું, તેના કામને કારણે તેને રોલ મળતાં રહ્યાં.અમિત કહે છે, “મેં જ્યારે આ શો શરૂ કર્યો ત્યારે હું 35 વર્ષનો હતો, અને જેઓ 80 વર્ષના હતા તેઓ પણ આવીને મારા પગ સ્પર્શ કરતા હતા. તેઓ મને દાદાજી, બાપુજી કહેવા લાગ્યા. હું તેમને કહીશ કે હું વૃદ્ધ નથી, મારા પગને સ્પર્શ કરશો નહીં. અમિત કહે છે કે મને થોડું અજુગતું લાગતું હતું પણ એ લોકોનો પ્રેમ છે. આજે પણ તેમની સાથે એવું જ થાય છે. તમને જણાવી દઈએ કે અમિતને તારક મહેતાના દરેક એપિસોડ માટે 70-80 હજાર રૂપિયા મળે છે. આજે જેઠાલાલ અને બાપુજીની આ જોડી દર્શકોની હોટ ફેવરિટ છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version