Site icon

લો બોલો, તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ સભ્ય અને અભિનેત્રી નુસરત જહાં ને સારા દિવસો છે, પણ તેના પતિને ખબર નથી!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસની સાંસદ નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. લેખક તસલીમા નસરીને નુસરત વિશે ફેસબુક પોસ્ટ લખી છે. આ પોસ્ટને કારણે ભારે વિવાદ થયો છે. નૂસરત જહાં ગર્ભવતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન અલગ છે અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ અલગ થવાનાં આરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને અભિનેતા યશ દાસગુપ્તા વચ્ચેનો પ્રેમસંબંધ ગાઢ બની ગયો છે.

તસલીમા નસરીને બંગાળીમાં એક ફેસબુક પોસ્ટ લખી હતી કે “હાલમાં નુસરતના સમાચારો ચર્ચામાં છે. તે ગર્ભવતી છે. તેના પતિને આ વિશે કંઈ જ ખબર નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. નુસરત યશ નામના અભિનેતા સાથે પ્રેમમાં છે.” નસરીને વધુમાં કહ્યું કે લોકોને લાગે છે કે નુસરતના બાળકનો પિતા નિખિલ નહીં, પણ યશ છે.

ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નુસરત અને નિખિલે જૂન 2019માં લગ્ન કર્યાં હતાં. તુર્કીમાં, તેઓએ વૈભવી રીતે એકબીજા સાથે રહેવાના સોગંદ લીધા હતા, પરંતુ હવે બંને વચ્ચેના સંબંધો નબળા થઈ ગયા છે. નુસરત અને યશનો પ્રેમસંબંધ વધવા માંડ્યો. યશ ભાજપના સમર્થક છે અને નુસરત TMC સમર્થક છે. બંગાળની ચૂંટણી દરમિયાન અભિનેતા યશે કહ્યું હતું કે નુસરત સાથે તેમનો સંબંધ વ્યાવસાયિક છે અને અમે બંને જુદા-જુદા પક્ષના સમર્થક છીએ.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version