Site icon

ક્યારે જોવા મળશે ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ સિઝન ૩? પ્રોડ્યુસરે કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

 

મિર્ઝાપુર વેબ સિરીઝની પહેલી સિઝને OTT પ્લૅટફૉર્મ પર ધૂમ મચાવી દીધી, જેના કારણે બીજી સિઝન ખૂબ ચર્ચામાં રહી, તો હવે મિર્ઝાપુર 3’ ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે? ‘મિર્ઝાપુરના ડિરેક્ટર રિતેશ સિધવાણીએ આ વિશે મોટો ખુલાસો કર્યો છે. જોકે મહામારીને કારણે એવી આશંકાઓ છે કે એની ત્રીજી સિઝન માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, રિતેશ સિધવાનીએ હાલમાં જ એની ત્રીજી સિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘‘અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. અમે ખરેખર આ વર્ષે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ લૉકડાઉન અને વરસાદને કારણે હવે એ નક્કી છે કે એની શરૂઆત આવતા વર્ષે શરૂ થશે.’’

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મોટા ભાગના બિઝનેસમાં તેની પાર્ટનર રહેલી શિલ્પા શેટ્ટી ક્યાં ગાયબ થઈ ગઈ? જાણો અહીં

 ‘મિર્ઝાપુરની પહેલી સિઝન 16 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોએ આ સિરીઝને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એ ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બની ગઈ છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો પંકજ ત્રિપાઠીની ઘણી પ્રશંસા થઈ છે. મિર્ઝાપુરની બીજી સિઝન 23 ઑક્ટોબર, 2020એ રિલીઝ થઈ હતી. તમને જણાવી દઈએ કેમિર્ઝાપુર વેબ સિરીઝ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પર આધારિત કહાની છે. મિર્ઝાપુરની પહેલી સિઝનમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દેવ્યંદુ શર્મા અને વિક્રાંત મેસીની સાથે-સાથે ઍક્ટિંગ અને ડાયલૉગ્સે લોકોને પાગલ કરી દીધા હતા.

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version