Site icon

શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મોસ્ટ એલિજિબલ બેચલર સલમાન ખાને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે કરી લીધા ગુપચુપ લગ્ન? જાણો શું છે આ ફોટા પાછળ ની હકીકત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Community

બુધવાર 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર કહેવાતા સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા ફિલ્મ 'દબંગ'માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને લોકો સલમાન-સોનાક્ષીના લગ્નની વાતો કરવા લાગ્યા હતા.પરંતુ હવે તેમના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેએ કોઈને જાણ કર્યા વિના ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તો આવો જાણીએ વાયરલ થઈ રહેલી આ તસવીરો પાછળનું સત્ય.

સોનાક્ષી સિન્હાને વર્ષ 2010માં સલમાન ખાને લોન્ચ કરી હતી અને બંનેની કેમેસ્ટ્રી અદભૂત છે. પણ શું ખરેખર બંનેના લગ્ન થઇ ગયા છે? જવાબ છે- ના. વાસ્તવિકતા એ છે કે વાયરલ થઈ રહેલી આ તસવીર વાસ્તવમાં ફોટોશોપની દેન છે અને બોલિવૂડના ભાઈજાન હજુ સિંગલ છે. જી હાં, તે યૂલિયા વંતુર સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર હજુ પણ વાયરલ થઈ રહ્યા છે.સલમાન ખાનનું નામ જેકલીન ફર્નાન્ડીઝથી લઈને ઝરીન ખાન સુધી જોડવામાં આવ્યું હતું  પરંતુ તેના લગ્નના સમાચાર વાસ્તવમાં બકવાસ સિવાય કંઈ નથી. જ્યાં સુધી સોનાક્ષી સિન્હા નો સવાલ છે તો તમને જણાવી દઈએ કે સલમાન ખાન સિવાય તેનું નામ એક્ટર ઝહીર ઈકબાલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

રણબીર કપૂર સાથેના લગ્ન ને લઈ ને નહીં પણ વારંવાર પુછાતા આ એક સવાલથી છે આલિયા ભટ્ટ પરેશાન, અભિનેત્રી ને ખુદ ને ખબર નથી આનો જવાબ; જાણો વિગત

ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં હોવાના સમાચારને નકારી કાઢતા સોનાક્ષી સિંહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝહીર તેના મિત્ર જેવો છે. સોનાક્ષીએ કહ્યું, 'તે મારા મિત્ર જેવો છે અને અમે આ સમાચાર પર ખૂબ હસ્યા કારણ કે તે ખૂબ જ રમુજી છે. મને લાગે છે કે તેણે પહેલી ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે અને 'ડબલ એક્સએલ'માં તેની ભૂમિકા પણ એકદમ અલગ છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version