Site icon

શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે ઇરા ખાન? આમિર ખાનની દીકરીએ કર્યો મોટો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ 2022           

Join Our WhatsApp Community

શનિવાર

આ દિવસોમાં બોલિવૂડમાં સ્ટાર કિડ્સના ડેબ્યૂનો તબક્કો ચાલી રહ્યો છે. દર વર્ષે બે-ચાર સ્ટાર કિડ્સ બોલિવૂડમાં એન્ટ્રી કરે છે. હાલ માં જ કરણ જોહરે પણ શનાયા કપૂર ને લોન્ચ કરી છે. આ બધાની વચ્ચે લોકો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના બાળકોના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આમિરની દીકરી ઇરા એ સોશિયલ મીડિયા પર તેના ડેબ્યૂ વિશે ખુલાસો કર્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. ઈરા ઘણા કારણોસર ચર્ચામાં રહે છે અને તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચાહકો ઘણી વખત સવાલો ઉઠાવી રહ્યા છે.વાત એવી છે કે, તાજેતરમાં ઇરા ખાને સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ -જવાબનું સેશન યોજ્યું હતું. જેમાં ઇરા ખાને કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં તે ફિલ્મોમાં અભિનય કરશે કે નહીં તે અંગે પણ જણાવ્યું હતું. તો તમને જણાવી દઈએ કે આમિર ખાનની દીકરી ઇરા  ખાન હંમેશા હેડલાઈન્સ થી દૂર રહે છે. સ્ટારકીડ તેની કારકિર્દીના માર્ગ પર છે અને તેની બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરવાની કોઈ યોજના નથી.

આયરાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈને લાગે છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે અવારનવાર તેના બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે તેના રસપ્રદ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના જર્મની પ્રવાસની તસવીરો શેર કરી હતી. તે છેલ્લા ચાર-પાંચ વર્ષથી 20 કિલો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.પોસ્ટ સાથે  તેણે લખ્યું, 'મેં તાજેતરમાં વજન ઘટાડવાના પ્રયત્નો શરૂ કરવામાં મદદ કરવા માટે 15 દિવસનો ઉપવાસ કર્યો. મેં 20 કિલો વજન વધાર્યું છે. અને તે ખરેખર મારી સાથે અન્યાય છે.'

અનન્યા પાંડેએ આખરે પોતાના સંબંધો વિશે કર્યો ખુલાસો, ઈશારામાં જણાવી આ વાત; જાણો વિગત

ઇરા ની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે અભિનય છોડીને માત્ર પોતાની જાતને નવી  બનાવવા અને પોતાને ખુશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. જો કે, જ્યાં સુધી આમિર ખાનના પરિવારમાંથી કોઈની વાત છે, તો આમિર ખાનનો પુત્ર જુનૈદ ટૂંક સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જુનૈદ ખાન ફિલ્મ 'મહારાજા' દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરશે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version