Site icon

Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પર ટિપ્પણી કરવા બદલ અબ્દુલ રઝાકે માંગી માફી, ત્યારબાદ અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાયરલ

Amitabh bachchan cryptic post: હાલમાં જ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય બચ્ચન પર ભદ્દી ટિપ્પણી કરી હતી. ત્યારબાદ અબ્દુલે તેની સ્પષ્ટતા પણ આપી હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન ના સસરા અને સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને એવી પોસ્ટ કરી છે કે ચાહકો પણ મુંઝવણ માં મુકાયા છે કે બિગ બી એ આ કોના માટે લખ્યું છે.

abdul razzaq apologise to aishwarya rai bachchan amitabh share cryptic post

abdul razzaq apologise to aishwarya rai bachchan amitabh share cryptic post

News Continuous Bureau | Mumbai

 Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પુરા વિશ્વમાં ફેમસ છે. તેના ચાહકો ની સંખ્યા કરોડોમાં છે. હાલમાં જ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય બચ્ચન વિશે ભદ્દી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ઐશ્વર્યા ના  ચાહકો એ ક્રિકેટર ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.મામલો વધતો જોઈ અબ્દુલ રઝાકે આ અંગે સ્પષ્ટતા આપતા  અભિનેત્રી ની માફી પણ માંગી હતી. હવે આ વિવાદ વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચનના સસરા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ને એક પોસ્ટ શેર કરી છે જેને વાંચીને ચાહકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે બિગ બી એ આ કોના માટે લખ્યું છે.  

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક નોટ થઇ વાયરલ 

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય બચ્ચન પર ભદ્દી ટિપ્પણી માટે માફી માંગી હતા. આ માફી માંગ્યા ના કલાકો પછી, અમિતાભ બચ્ચને એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી જેમાં બિગ બી એ હાથ જોડી ઇમોજી સાથે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘..તેનો અર્થ કોઈપણ પ્રિન્ટેડ શબ્દ કરતાં વધુ છે..તેનો અર્થ પ્રિન્ટેડ કાગળ પર લખેલા શબ્દો કરતાં વધુ છે.’ જો કે અમિતાભ બચ્ચને આ પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી તેથી દરેક વ્યક્તિ એવું અનુમાન લગાવી રહી છે કે અમિતાભ બચ્ચને આ પોસ્ટ અબ્દુલ રઝાક ની ટિપ્પણી નો જવાબ આપવા પોસ્ટ કરી છે. 

અબ્દુલ રઝાકે માંગી માફી 

એક શો દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય બચ્ચન પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મામલો વધતા ક્રિકેટરે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું, ‘અમે ક્રિકેટ કોચિંગ અને ઈરાદા વિશે વાત કરી રહ્યા હતા. મારી જીભ લપસી ગઈ હતી અને ભૂલથી મેં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લઈ લીધું હતું. હું તેની માફી માંગુ છું. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો.’  જોકે હજુ સુધી આ ટિપ્પણી પર ઐશ્વર્યા રાય બચ્ચને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ સમાચાર પણ વાંચો : Abdul Razzaq On Aishwarya Rai: ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ખેલાડી અબ્દુલ રઝાક ને ચાહકો એ લીધો આડેહાથ,પાકિસ્તાન ના આ ક્રિકેટરે પણ કરી નિંદા

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version