Site icon

Aaradhya bachchan birthday: માતા ઐશ્વર્યા રાય બચ્ચન અને પિતા અભિષેક બચ્ચને પોતાની લાડકી દીકરી આરાધ્યા બચ્ચન પર વરસાવ્યો પ્રેમ, ખાસ અંદાજ માં પાઠવી જન્મદિવસ ની શુભેચ્છા

Aaradhya bachchan birthday:આજે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ની પુત્રી આરાધ્યા બચ્ચન નો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર માતા અને પિતા બંને એ ખાસ અંદાજ માં પુત્રી આરાધ્યા બચ્ચન ને તેના 12 માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી છે.

abhishek bachchan and aishwarya rai bachchan birthday wish to daughter aaradhya bachchan birthday

abhishek bachchan and aishwarya rai bachchan birthday wish to daughter aaradhya bachchan birthday

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan birthday: બોલિવૂડ નું પરફેક્ટ કપલ ગણાતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા  ની પુત્રી આરાધ્યા બચ્ચન નો આજે જન્મદિવસ છે. આરાધ્યા આજે 12 વર્ષ ની થઇ ગઈ છે. આ ખાસ અવસર પર આરાધ્યા ની માતા અને પિતા એ તેના પર પ્રેમ વરસાવતા ખાસ અંદાજ માં તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી છે. આ સાથે ઐશ્વર્યા અને અભિષેક એ આરાધ્યા ની બાળપણ ની તસવીર પણ શેર કરી છે. જેમાં તે ખુબજ ક્યૂટ લાગી રહી છે. 

Join Our WhatsApp Community

 

અભિષેક બચ્ચને શેર કરી પોસ્ટ 

અભિષેક બચ્ચને દીકરી આરાધ્યા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં આરાધ્યા અભિષેક ના ખોળા માં બેઠેલી જોવા મળે છે. ફોટા માં આરાધ્યા પ્રેમ થી પોતાના પિતા તરફ જોઈ રહી છે. આ આરાધ્યા ની બાળપણ ની તસવીર છે. આ ફોટો પોસ્ટ કરતા અભિષેક બચ્ચને કેપ્શન માં લખ્યું છે કે, ‘હેપ્પી બર્થડે મારી નાની રાજકુમારી.’ હું તને સૌથી વધુ પ્રેમ કરું છું.’ અભિષેક ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. 

ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરી પોસ્ટ 

બીજી તરફ ઐશ્વર્યાએ પણ અભિષેક ની જેમ આરાધ્યા સાથે એક થ્રોબેક તસવીર શેર કરી છે, આ તસવીર માં બંને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીર પર આરાધ્યા ના બાળપણ ની તસવીર છે. આ તસવીર શેર કરતા ઐશ્વર્યા એ લાંબુ કેપ્શન લખ્યું છે. અને ઘણી બધી ઇમોજીસ નો ઉપયોગ કર્યો છે. આ સાથે ઐશ્વર્યા એ આરાધ્યા ને તેના જીવન ની સૈથી મોટી ખુશી ગણાવી છે. 


ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. બંને ની આ પશોટ પર સેલેબ્સ આરાધ્યા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 20 એપ્રિલ, 2007ના રોજ થયા હતા, ત્યારબાદ 2011માં તેમના ઘરે પુત્રી આરાધ્યા નું આગમન થયું હતું. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પર ટિપ્પણી કરવા બદલ અબ્દુલ રઝાકે માંગી માફી, ત્યારબાદ અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાયરલ

 

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ
Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી
Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ
Exit mobile version