ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
આખા દેશમાં હાલ કોરોના નો પ્રકોપ વધ્યો છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર શિલ્પા શેટ્ટી અને તેના આખા પરિવાર ને કોરોના થયો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે સૌથી પહેલા મારા સાસુ અને સસરા બંને ને કોરોના થયો. ત્યારબાદ મારી દીકરી અને મારા દીકરા ને કોરોના થયો. સૌથી છેલ્લે મને અને મારા પતિને પણ કોરોના ના થયો છે. અમારુ છ વ્યક્તિઓનું પરિવાર કોરોના સંક્રમણ માં ફસાયું છે.
આ રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામની વાત સાંભળી પણ નહીં અને કરી પણ નહીં
હાલ શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર હોમ આઇસોલેશન માં છે. તેમજ ડોક્ટરની સલાહ મુજબ દવા લઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટી ના ઘર માં કોરોના એ છેલ્લા દસ દિવસથી ધામા નાખ્યા છે.
