પોર્નોગ્રાફી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરી છે.
જેમાં રાજ કુંદ્રા અને તેના આઈટી હેડ રાયન થાર્પની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સૌથી પહેલા ફેબ્રુઆરી મહિનામાં પાંચ લોકોની ધરપકડ થઈ હતી.
આ પાંચ શખ્સો મડ આઈલેન્ડ સ્થિત બંગલામાં પોર્ન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રેડ પાડી પકડી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સોમવારે 19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી અને મંગળવારે કોર્ટે તેને 23 જુલાઈ સુધીની પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે.
