Site icon

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી અચાનક મેટ્રોમાં ચડ્યા, માસ્ક હટાવતા જ થયું કંઈક આવું, જુઓ વિડીયો

અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'ને લઈને ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મની સ્ટારકાસ્ટ તેને પ્રમોટ કરવામાં કોઈ કસર છોડી રહી નથી. હવે ફિલ્મના કલાકારો મેટ્રોમાં ગયા છે.

akshay kumar emraan hashmi in new mumbai metro surprise fans with dance

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી અચાનક મેટ્રોમાં ચડ્યા, માસ્ક હટાવતા જ થયું કંઈક આવું, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ટૂંક સમયમાં જ અક્ષય ફરીથી ફિલ્મ ‘સેલ્ફી’ સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના અત્યાર સુધીમાં બે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા છે. બંનેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તો બીજી તરફ લોકો ફિલ્મના ગીત ‘મેં ખિલાડી’ પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રીલીઝ ના થોડા દિવસો પહેલા ઈમરાન હાશ્મી અને અક્ષય કુમાર મુંબઈ મેટ્રોમાં જોવા મળ્યા હતા. ફિલ્મના પ્રમોશન માટે બંને વહેલી સવારે મુંબઈના ડીએન નગર મેટ્રો સ્ટેશન પહોંચ્યા, જ્યાંથી બંને મેટ્રોમાં ચડ્યા હતા.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી એ કરી મેટ્રો માં સફર 

અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી માસ્ક પહેરી ને મેટ્રો માં ચડ્યા હતા. માસ્કમાં હોવા છતાં ચાહકોએ તેમને  ઓળખી લીધા. તરત જ ચાહકોએ તેમને ઘેરી લીધા, પછી શું થયું, બંનેએ તેમના માસ્ક ઉતારવા પડ્યા. આટલું જ નહીં, બંનેએ ખૂબ જ મસ્તી કરી અને તેમની ફિલ્મના ગીત ‘મૈં ખિલાડી તુ અનારી’ પર વીડિયો પણ બનાવ્યો. આ દરમિયાન પ્રમોશન માટે ડાન્સર્સ પણ તેની સાથે હતા.આ પછી લોકોએ તસવીરો લેવાનું શરૂ કર્યું. આ પછી બંને કલાકારો સુરક્ષા સાથે બહાર આવ્યા હતા. બંનેની આ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી ની સાથે છે આ પહેલી ફિલ્મ 

આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત ઇરમાન હાશ્મી, ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા જોવા મળશે. આ એક ચાહક અને તેના સુપરસ્ટારની વાર્તા છે.તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની આ પહેલી ફિલ્મ છે. ‘સેલ્ફી’ પૃથ્વીરાજ સુકુમારની સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રિમેક છે. ‘સેલ્ફી’ સિવાય અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય એક્ટર ટાઈગર શ્રોફ પણ લીડ રોલમાં હશે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૮ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ
Laalo-Krishna Sada Sahaayate: બમ્પર કમાણી: ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’એ ૫૦ લાખના બજેટ સામે અધધ આટલા ટકા નો નફો કરીને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો.
Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા
Exit mobile version