News Continuous Bureau | Mumbai
Akshay kumar: અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દે ખુલીને વાત કરે છે. હાલ માંજ તેને માલદીવ અને લક્ષદ્વીપ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અક્ષય કુમાર ની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ની લિસ્ટ લાંબી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મુંબઈ ની મેટ્રો માં સફર કરતો જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમારે કરી મેટ્રો માં સફર
અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર મુંબઈ મેટ્રોમાં સીટ પર બેઠો છે. આ દરમિયાન અક્ષય ઓલ બ્લેક લુક સાથે સફેદ સ્નીકર્સ અને મેચિંગ કેપ માં જોવા મળી રહ્યો છે. અક્ષયે પોતાની ઓળખ છુપાવવા સફેદ માસ્ક અને ટોપી નો આશરો લીધો હતો તેને એવું લાગતું હતું કે કોઈ તેને કોઈ નહીં ઓળખી શકે અને કદાચ તેનો અંદાજ સાચો પણ પડ્યો કારણકે દરેક વ્યક્તિ મુસાફરીમાં વ્યસ્ત જોવ મળ્યા હતા અને બીજી તરફ અક્ષય કુમાર પોતાની જાતને છુપાવીને ફિલ્મ નિર્માતા દિનેશ વિજન સાથે પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો.
View this post on Instagram
જોકે, આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમાર મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યો હોય. અક્ષય કુમારે ઘણીવાર મેટ્રોની સફર માણી છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત