News Continuous Bureau | Mumbai
Amitabh bachchan birthday: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઇ ગયા છે.અમિતાભ બચ્ચન ના કરોડો ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે એટલું જ નહીં, તેમની પુત્રી અને પૌત્રીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને તેમના પરિવાર સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
શ્વેતા બચ્ચને પાઠવી અમિતાભ બચ્ચન ને શુભેચ્છા
શ્વેતા બચ્ચને અમિતાભ બચ્ચન સાથે ની તસ્વીર શેર કરી ને લખ્યું, “હેપ્પી 81મો બર્થડે, પપ્પા. મોટા શૂઝ (અને આલિંગન) આજ સુધી તમારી જગ્યા કોઈ લઈ શક્યું નથી.” શ્વેતા બચ્ચને પોસ્ટ કરેલી પોસ્ટમાં અમિતાભ બચ્ચન તેમની પુત્રીને ગળે લગાવતા જોવા મળે છે.
નવ્યા નવેલી નંદા એ શેર કરી અમિતાભ બચ્ચન ની તસવીર
અમિતાભ બચ્ચનની પૌત્રીએ પણ તેના નાના ના જન્મદિવસ પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ખાસ તસવીરો શેર કરી છે. જેમાં નવ્યા નવેલી, આરાધ્યા, જયા બચ્ચન અને અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચનને ગળે લગાવતા જોવા મળે છે તસવીરના કેપ્શનમાં નવ્યાએ લખ્યું- ‘હેપ્પી બર્થ ડે નાના’.

બિગ બી ના કરોડો ચાહકો આ ખાસ દિવસે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.અને તેમને તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Amitabh Bachchan: આ કારણે વર્ષમાં બે વખત ઉજવાય છે બિગ બીનો જન્મદિવસ, વાંચો રસપ્રદ કહાણી