News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.હવે લોકો ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. જો કે, ફિલ્મ કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે.. તાજેતરમાં, સિને1 સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ, એ ઓટિટિ પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માટે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ હાઇકોર્ટે સમન્સ જારી કરીને T-Seriesને સમન્સ પાઠવ્યું હતું. . આ સમન્સ પછી, એવી અટકળો હતી કે તેની ઓટીટી રિલીઝ પર પ્રતિબંધ લાગશે થઈ જશે. પરંતુ,હવે ચાહકો માટે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Saif ali khan: સૈફ અલી ખાન થયો હોસ્પિટલમાં દાખલ, થઇ ટ્રાઈસેપ અને ઘૂંટણ ની સર્જરી,અભિનેતા એ ફેન્સ સાથે હેલ્થ અપડેટ શેર કરતા કહી આ વાત
ઓટિટિ પર રિલીઝ થશે એનિમલ
અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, જે સીન ફિલ્મમાં નથી બતાવવામાં આવ્યા તે સીન ફિલ્મના ઓટીટી વરઝ્ન માં જોવા મળશે. એટલે કે, ફિલ્મ કોઈપણ કટ વગર ઓટીટી પર રિલીઝ થશે. પરંતુ હવે ફિલ્મ ના ઓટીટી રિલીઝ ને લઇ ને નવું અપડેટ સામે આવ્યું છે જે મુજબ ફિલ્મ 26 જાન્યુઆરી એ નેટફ્લિક્સ પર રિલીઝ થશે પરંતુ ફિલ્મ માં તમને કઈ પણ નવું નહીં જોવા મળે એટલે કે થિયેટર માં જે ફિલ્મ બતાવવાં આવી હતી તે જ ફિલ્મ હવે ઓટીટી પર પણ જોવા મળશે