ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020
કોરોના મહામારીના લીધે બોલીવુડની ફિલ્મો હવે ‘ઓવર ધ ટોપ’ એટલે કે ઓટીટી(OTT) પ્લેટફોર્મ પર રીલિઝ થઇ રહી છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મ ની TRP રેટિંગ પણ વધી ગઈ છે. આવા સમયમાં ટેલીવુડ પર આવતી સીરીયલ નિર્માતા પર TRP જાળવવાનું પ્રેશર વધી રહ્યું છે. કારણ કે ટીવી શોની લોકપ્રિયતા ટીઆરપી દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે.
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલએ તેનો 45 મા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ જાહેર કર્યો છે. આ વખતે ટીઆરપીનો રિપોર્ટ પહેલાથી ઘણો અલગ છે. 45માં અઠવાડિયાના ટીઆરપી રિપોર્ટમાં સ્ટાર પ્લસ પર આવતી રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડેની ટીવી સિરિયલ અનુપમા પ્રથમ નંબરે રહી છે. ઉલ્લેખનીય છે કે આ સીરીયલ છેલ્લે ટીઆરપી યાદીમાં બીજા નંબર પર હતી અને તે પહેલાં તે ત્રીજા નંબરે હતી, પરંતુ આ વખતે અનુપમા સીરીયલ ટીઆરપીની દ્રષ્ટિએ બેસ્ટ સાબિત થઈ છે.
45 મા અઠવાડિયાના ટીઆરપી અહેવાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આ વખતે ટીઆરપીની યાદીમાં પાંચમા ક્રમે છે.આ શો લાંબા ગાબડા પછી ટોપ 5 ની યાદીમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. લોકડાઉન બાદ સિટકોમે સારું પ્રદર્શન કર્યું છે.
