News Continuous Bureau | Mumbai
Arhaan khan: અરબાઝ ખાન નો દીકરો અરહાન ખાન હાલ ચર્ચામાં છે. અરહાન ખાને તેના પિતા અરબાઝ ખાન ના બીજા લગ્ન માં હાજરી આપી હતી. આ લગ્ન માં અરબાઝ ખાન અને શૂરા ખાન ની મિત્ર રવીના ટંડન પણ તેની દીકરી રાશા થડાની સાથે પહોંચી હતી.હવે સોશિયલ મીડિયા પર અરહાન ખાન અને રાશા થડાની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઈને બંને ના લિંકઅપ ના સમાચારે જોર પકડ્યું છે.
અરહાન ખાન ને રાશા થડાની નો વિડીયો
અરબાઝ ખાન નો દીકરો અરહાન ખાન હાલ ચર્ચામાં આવ્યો છે.હાલમાં જ અરહાન ખાન અને રાશા થડાની એક સાથે સ્પોટ થયા હતા. બંને એક સાથે એક જ ગાડી માં ક્યાંક જઈ રહ્યા હતા. બંનેને સાથે જોતા ત્યાં હાજર પાપારાઝી એ તેમને કેમેરામાં કેદ કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો સામે આવતા નેટીઝન્સ બંને ના અફેર નો ક્યાસ લગાવી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, અરહાન ખાન એ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા નો દીકરો છે. ભલે તે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તે અવારનવાર લાઈમલાઈટ માં આવતો રહે છે. રાશા થડાની એ રવીના ટંડન ની દીકરી છે. રાશા બહુ જલ્દી અભિષેક કપૂર ની ફિલ્મ થી ડેબ્યુ કરવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર