News Continuous Bureau | Mumbai
Arjun Bijlani: ટીવી અભિનેતા અર્જુન બિજલાની ને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતાને તાજેતરમાં જ હેલ્થ ઈમરજન્સી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એપેન્ડિસાઈટિસને કારણે પેટની નીચે જમણી બાજુએ ભારે દુખાવો અનુભવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અર્જુને તેના ફેન્સને પોતાનું હેલ્થ અપડેટ શેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Article 370: આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ આર્ટિકલ 370, રાજ્યના મુખ્યમંત્રી એ કરી જાહેરાત
અર્જુન એ શેર કર્યું હેલ્થ અપડેટ
અર્જુન બિજલાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘જે થાય છે તે સારા માટે જ થાય છે.’ અર્જુને તેની હેલ્થ ને લઈને મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ‘મારા પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો, જેના કારણે હું હોસ્પિટલમાં દાખલ છું… વધુ હેલ્થ અપડેટ એક્સ-રે પછી જ જાણી શકાશે.’ ડૉક્ટરે આજે 9 માર્ચની સવારે સર્જરી કરી હતી.’
મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન બિજલાની ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.