બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીનું અફેર ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ સાથે હોવાની ચર્ચા છે.જોકે બંનેએ ક્યારેય પોતાનો સંબંધોનો સ્વીકાર કર્યો નથી.
કેએલ રાહુલ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડમાં જ છે. તેની સાથે આથિયા પણ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે BCCIને આથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી.
ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા.
ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય એ પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે ટ્રાવેલ કરનારી વ્યક્તિઓનાં નામ માગ્યા હતા. પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા.
કેએલ રાહુલે આથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. અથિયા પણ સાઉથેમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયો બબલમાં રહી હતી.
