News Continuous Bureau | Mumbai
જાણીતી કોમેડિયન ભારતી સિંહે(Comedian Bharti Singh) ૩ એપ્રિલે એક ખુશખબર આપ્યા હતા અને તેમના ઘરમાં એક બેબીનો જન્મ થયો હતો. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનું(Harsh Limbachiya) બાળક હવે બે મહિનાનું થઈ ચૂક્યું છે. પરંતુ બન્ને સ્ટાર્સ કપલે હજુ સુધી પોતાના બાળકની એક ઝલક લોકોને દેખાડી નથી. પ્રશંસકો તેમના બાળકની એક ઝલક જાેવા માટે ઉતાવળા બન્યા છે. જાેકે, આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બન્ને સ્ટાર્સે પોતાના બાળકનું નામકરણ(Name Ceremony of child)કરી નાંખ્યું છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તેમના બાળકને ગોલાના ઉલામણા નામથી બોલાવવામાં આવતો હતો. પરંતુ હાલ તેનું પ્રોપર નામ રાખી દેવામાં આવ્યું છે, જે સ્કૂલમાં લખાવી શકે.
ભારતી સિંહ તાજેતરમાં ગોવામાં હતી. તે ડે ટૂ ડે બ્લોગમાં(Day to day Vlog) આ વાતની જાણ પણ કરી હતી. લોકોને ત્યાંની ઝલક પણ દેખાડવામાં આવી હતી. હવે તે પાછી ઘરે આવી ગઈ છે અને તેણે બાળકનું નામ પણ જાહેર કર્યું છે. એક અહેવાલ મુજબ, કોમેડિયને પુત્ર ગોલાનું નામ 'લક્ષ્ય'(Lakshya) રાખ્યું છે. જોકે, તેણે હજુ સુધી આ વિશે ક્યાંય જણાવ્યું નથી. લોકોમાં માનવું અને અમુક સમાચારના માન્યા અનુસાર આ પુત્ર હવે 'લક્ષ્ય લિમ્બાચીયા'(Lakshya Limbachiya) તરીકે ઓળખાશે..
આ સમાચાર પણ વાંચો : ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ-બાથરૂમ માંથી લાશ ની સાથે મળી આવી આ વસ્તુ
થોડા દિવસ પહેલા ભારતીએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેના ઘરના લોકો અને બાળકના કેરટેકર વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. આ કારણે તેની ગોવાની ટ્રીપ પણ થોડી બગડી હતી. તેના સિવાય તે પુત્રના ફોટા સોશિયલ મીડિયા(Social media) પર શેર કરતી રહે છે, જેમાં તે તેના પિતા સાથે તો ક્યારેક કોમેડિયન સાથે જોવા મળે છે. જોકે તેને આજદિન સુધી ગોલાનો ચહેરો દેખાડ્યો નથી. ક્યાંક ફક્ત ગોલાના પગ જ દેખાય છે, તો ક્યારેક તેની પીઠ. પરંતુ ચહેરો સ્ટીકરોથી ઢંકાયેલો રહે છે.
'હુનરબાઝ' બાદ ભારતી સિંહ 'ધ ખતરા ખતરા શો'માં જોવા મળી હતી. પ્રસૂતિના ૧૧ દિવસ બાદ જ તે ફરીથી કામ શરૂ કર્યું હતું. ઘણા લોકોએ તેની ખુમારી અને હિંમતની પ્રશંસા કરી. જ્યારે, કેટલાકે એવું જણાવ્યું હતું કે, તે પૈસા માટે બાળકને સમય નથી આપી રહી. વેલ હવે બાળકનો ચહેરો અને નામ, તે ક્યારે બતાવશે અને ચાહકોને જણાવશે, તે માટે થોડી રાહ જાેવી પડશે તેવું લાગી રહ્યું છે.