Site icon

Bigg Boss 19: આ ભૂલ ‘બિગ બોસ 19’ ને પડી ભારે, કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો સલમાન ખાનનો રિયાલિટી શો, જાણો સમગ્ર મામલો

Bigg Boss 19: સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 19' ના નિર્માતાઓ બે ગીતોનો પરવાનગી વગર ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ચૂકવવો પડી શકે છે.

'Bigg Boss 19' in Legal Trouble; This Mistake Cost the Show Heavily

'Bigg Boss 19' in Legal Trouble; This Mistake Cost the Show Heavily

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 19’ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શોના નિર્માતાઓને બે ગીતોનો પરવાનગી વગર ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ભરવો પડી શકે છે. શોની વધતી લોકપ્રિયતા વચ્ચે આ કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nirahua Reveals: નિરહુઆ એ કર્યો જયા બચ્ચન ને લઈને મોટો ખુલાસો, અમિતાભ બચ્ચન વિશે પણ કહી આવી વાત

આ બે ગીતોના કારણે મળી કાનૂની નોટિસ

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘બિગ બોસ 19’ ના 11મા એપિસોડમાં ‘ચિકની ચમેલી’ અને ‘ધત્ત તેરી કી’ ગીતોનો ઉપયોગ પબ્લિક પરફોર્મન્સ લાયસન્સ વગર કરવામાં આવ્યો હતો. આ જ કારણસર ફોનોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ (PPL), જે ગીતોના સાર્વજનિક પ્રદર્શનના અધિકારોનું સંચાલન કરે છે, તેમણે ‘બિગ બોસ 19’ ના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. PPL એ લાયસન્સ ફી તરીકે  2 કરોડની પણ માંગણી કરી છે.


રિપોર્ટ્સ અનુસાર, આ બંને ગીતોના લાયસન્સ સોની મ્યુઝિક એન્ટરટેઈનમેન્ટ ઇન્ડિયા પાસે છે, જે એક જાણીતું મ્યુઝિક લેબલ છે અને તેના પબ્લિક પરફોર્મન્સ અધિકારોની દેખરેખ PPL હેઠળ થાય છે. આ નોટિસ 19 સપ્ટેમ્બરના રોજ ‘બિગ બોસ 19’ ના નિર્માતાઓને મોકલવામાં આવી હતી. જોકે, આ નોટિસ અંગે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version