News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ(urfi Javed) તેના કપડા સાથે જેટલા પ્રયોગો કરે છે તે જરા પણ સરળ લાગતું નથી. ક્યારેક તે કાચનો બનેલો ડ્રેસ પહેરે છે તો ક્યારેક તેનો ડ્રેસ ચેઈનથી બનેલો હોય છે. ઉર્ફીએ દરેક વખતે પોતાની ફેશન સેન્સથી(Fashion sense) બધાને ચોંકાવી દીધા છે. હવે ઉર્ફી એક નવા લૂકમાં દેખાઈ જેણે તેના ચાહકોને ચોંકાવી દીધા. આ વખતે તેણે સિમ કાર્ડથી(SIM card) બનેલો ડ્રેસ પહેરીને પોઝ આપ્યો છે.
ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram account) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેટફ્લિક્સની સીરિઝ(Netflix series) 'જમતારા 2'ના(Jamatara 2') ડિઝાઈનર્સ તેમને સિમ કાર્ડથી બનેલા ડ્રેસ વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "બ્રેકિંગ ન્યૂઝ, શું ઉર્ફીએ જાવેદ સાથે છેતરપિંડી થઇ છે. હવે દરેકનો નંબર આવશે."તસવીરમાં તે ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટ (Crop top and short skirt) પહેરેલી જોઈ શકાય છે. તેના આખા ડ્રેસ પર સિમ કાર્ડ ચોંટાડવામાં આવ્યું છે. તેના આ ડ્રેસ માટે 2 હજાર સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રેસ વાદળી અને પીળા રંગના કોમ્બિનેશન માં બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસ સાથે ઉર્ફીએ સીધા વાળ રાખ્યા હતા અને હાઈ હીલ્સ પહેરી હતી. તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો :આમિર ખાન ની નકલ કરવી આ પાકિસ્તાની અભિનેતા ને પડી ભારે- એવી હાલત થઇ ગઈ કે હોસ્પિટલ માં થવું પડ્યું દાખલ-જાણો શું હતો મામલો
ઉર્ફી તેના કપડાં અને દેખાવ સાથે જે રીતે પ્રયોગ કરે છે, તે કેટલીકવાર ટ્રોલ થાય છે પરંતુ ઉર્ફી એ ઉર્ફી છે અને તે તેની પરવા કરતી નથી. ટ્રોલર્સને(trollers) જડબાતોડ જવાબ આપવામાં પણ તે પાછળ નથી.