ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
ફેમિના મિસ ઇન્ડિયાની રનરઅપ રહી ચુકેલી દિક્ષા સિંહે હવે ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેણીએ બક્સાના વોર્ડ 26માંથી ફોર્મ પણ ખરીદી લીધું છે.
દિક્ષા બોલીવુડમાં સતત સંઘર્ષ કરી રહી છે. તેણે પેરાશૂટ ઓઇલ, પેન્ટીન અને સ્નેપ દિલની જાહેરાતમાં પણ કામ કર્યું છે. તેની એક વેબસિરીઝ પણ મોટા બેનર હેઠળ આવવાની તૈયારીમાં છે. તેવામાં તેના આ નિર્ણયે લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે.
દિક્ષાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું બદલાવ લાવવા માંગુ છું. તેણે ઉમેર્યું કે તે કોલેજ સમયથી જ વિવિધ સ્પર્ધાઓ અને પોલિટિકલ ડિબેટમાં ભાગ લેતી આવી છે.
હવે આ અભિનેત્રી ઘરેઘરે જઈને વોટ માંગતી દેખાશે તે તસવીરો અચૂક નિહાળવા લાયક હશે.