Site icon

પહેલી વાર આખું બોલિવૂડ એકસાથે આવ્યું, ન્યૂઝ ચેનલો અને મોટા પત્રકારો સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
13 ઓક્ટોબર 2020
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ જે રીતે બૉલિવૂડને ટાર્ગેટ કરીને ચોવીસે કલાકની મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી તેની સામે હવે બૉલિવૂડે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બૉલિવૂડનાં 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ન્યૂઝ ચેનલો સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દાખલ થયેલી ફરિયાદમાં બોલીવુડને લઈને બિનજવાબદાર, અપમાનજક અને બદનામ કરનારી નિવેદનબાજી અને મીડિયા ટ્રાયલ્સ કરવાથી કેટલાક મીડિયા હાઉસ અને ટીવી જર્નાલિસ્ટને રોકવાની અપીલ કરી છે. દિલ્હી હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી છે, તેમાં અનેક મોટા પત્રકારો અને મીડિયા હાઉસના નામ છે.
 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં તમામ મીડિયા રિપોર્ટમાં બોલીવુડને લઈને ઘણું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ડ્રગ્સની તપાસ દરમિયાન ઘણી બોલીવુડ સેલિબ્રિટીને તેની સાથે જોડવામાં આવી અને બોલીવુડને એવી જગ્યા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં ડ્રગ્સ જેવી આદતોની બોલબાલા છે. દિલ્હી હાઈકોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે, તેમાં અનેક મોટા પત્રકારો અને મીડિયા હાઉસના નામ છે. અરજીમાં ન્યૂઝ ચેનલના પ્રોગ્રામ કોડનું પાલન કરતા છબી ખરાબ કરનાર કન્ટેન્ટને હટાવવાની માગ કરવામાં આવી છે. આરોપ છે કે ચેનલ્સે બોલીવુડને લઈને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. 
 
નોંધનીય છે કે ફાઇલ થયેલી આ એફઆઈઆરમાં પહેલી જ વાર આખું બોલિવૂડ એકસાથે આવ્યું છે. તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, કરણ જોહર, અજય દેવગણ, આદિત્ય ચોપરા,  રોહિત શેટ્ટી, અનુષ્કા શર્મા, રાકેશ રોશન, સાજિદ નડિયાદવાલા વગેરે તમામ મોટાં ફિલ્મમેકર્સનાં પ્રોડક્શન હાઉસ શામેલ છે. આ ઉપરાંત આ ફરિયાદ કરવામાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ઼્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન અને સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન જેવી સંસ્થાઓ પણ શામેલ છે.

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.
Exit mobile version