News Continuous Bureau | Mumbai
મનોરંજન (entertainment)જગત માંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ ગાયક ભુપિન્દર સિંહ(legendary signer Bhupinder Singh)નું મુંબઈ(Mumbai)માં 82 વર્ષની વયે નિધન થયું છે.
બોલિવૂડના ઘણા ગીતો માટે જાણીતા ભુપિન્દર સિંહે સોમવારે સાંજે 7:45 કલાકે મુંબઈ અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલ(Criticare hospital)માં અંતિમ શ્વાસ લીધા.
ગાયક ભુપિન્દર સિંહ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ સામે લડી રહ્યા હતા.
ગાયક ના નિધન ની માહિતી તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે આપી હતી.
સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મો બાદ OTT પર જોવા મળશે બોલિવૂડ અભિનેત્રી કાજોલ-બોલ્ડ અંદાજમાં આ સિરીઝથી કરશે ડેબ્યૂ
