News Continuous Bureau | Mumbai
Disha parmar and Rahul vaidhya: સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી એક્ટ્રેસ દિશા પરમાર ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક છે. રાહુલ અને દિશા પરમાર બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેમની નવી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે.હાલમાંજ તેમને દિશા પરમાર ના બેબી શાવર ની તસવીરો અને વિસીયો ચાહકો સાથે શેર કર્યો હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ બંનેએ સારા સમાચાર જાહેર કર્યા છે. બંને માતા-પિતા બની ગયા છે.ગણપતિના ધામધૂમ વચ્ચે લક્ષ્મી તેમના ઘરે આવી છે.
માતા પિતા બન્યા દિશા પરમાર અને રાહુલ વૈદ્ય
બાળકના જન્મના ખુશખબર આપતા રાહુલ વૈદ્યએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, ‘અમને આશીર્વાદરૂપે બાળકી મળી છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે અને એકદમ ઠીક છે. અમે અમારા ગાયનેકોલોજિસ્ટનો આભાર માનીએ છીએ કે જેઓ ગર્ભધારણ થી જન્મ સુધી બાળકની સંભાળ રાખવામાં રોકાયેલા છે. અમે ખુશ છીએ! કૃપા કરીને બાળકને આશીર્વાદ આપો.’
View this post on Instagram
રાહુલ અને દિશા નું વર્ક ફ્રન્ટ
રાહુલ અને દિશા ટીવીના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. બંનેએ 16 જુલાઈ 2021ના રોજ ભવ્ય લગ્ન કર્યા હતા. બિગ બોસ 14 પછી રાહુલ વૈદ્યએ દિશાને પ્રપોઝ કર્યું અને પછી બંનેએ લગ્ન કરી લીધા. રાહુલ વૈદ્ય બિગ બોસ 14 માં જોવા મળ્યો હતો. જયારે દિશા પરમાર ‘બડે અચ્છે લગતે હૈં 2’માં નકુલ મહેતાની સામે જોવા મળી હતી, ત્યારબાદ શોમાં એક લીપ આવ્યો હતો અને વાર્તામાં ફેરફારને કારણે તેનો રોલ સમાપ્ત થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Farah khan ganesh chaturthi: ગણેશ ચતુર્થી સેલિબ્રેશનના ફોટોમાં ચપ્પલ પહેરેલી જોવા મળી કોરિયોગ્રાફર ફરાહ ખાન, ટ્રોલ થવા પર ટ્રોલર્સ ને આપ્યો આવો જવાબ