Site icon

Ek Din Teaser Out: ‘એક દિન’ નું ટીઝર રિલીઝ: સાઈ પલ્લવીના પ્રેમમાં ડૂબેલો જોવા મળ્યો જુનૈદ ખાન, બરફની વાદીઓમાં જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

Ek Din Teaser Out: આમિર ખાન પ્રોડક્શનની વધુ એક રોમેન્ટિક લવ સ્ટોરી; 1 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘એક દિન’, જુનૈદ-સાઈ પલ્લવીની ફ્રેશ જોડીએ જગાવ્યું આકર્ષણ.

Ek Din Teaser Out: Junaid Khan and Sai Pallavi’s magical chemistry wins hearts

Ek Din Teaser Out: Junaid Khan and Sai Pallavi’s magical chemistry wins hearts

News Continuous Bureau | Mumbai

Ek Din Teaser Out: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન તેની નવી ફિલ્મ ‘એક દિન’ ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સાઉથની ટેલેન્ટેડ એક્ટ્રેસ સાઈ પલ્લવી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. ગઈકાલે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યા બાદ,  મેકર્સે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં બંનેની કેમિસ્ટ્રી અને વાર્તાની એક ઝલક જોવા મળી રહી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Box Office Day 41: ધ રાજા સાબ’ સામે પણ ‘ધુરંધર’ (Dhurandhar) ની ગર્જના, 41માં દિવસે પણ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ; જાણો લેટેસ્ટ કલેક્શન

સપના અને હકીકત વચ્ચેની લવ સ્ટોરી

ટીઝરની શરૂઆત સાઈ અને જુનૈદના અરીસામાં એકબીજાને જોવાની ક્ષણથી થાય છે. જુનૈદ ડાયલોગ બોલે છે, “તમારું સ્મિત મને ખૂબ ગમે છે મીરા. તમારું દિલ જીતી શકીશ કે નહીં એ ખબર નથી.” ટીઝરમાં બંને બરફની વાદીઓમાં રોમેન્ટિક પળો વિતાવતા દેખાય છે, પરંતુ અંતમાં એક વળાંક આવે છે.ટીઝરના અંતમાં સાઈ પલ્લવી કહે છે, “ફિલ્મોમાં કેટલું જાદુ હોય છે ને, કેટલું મેજિકલ છે. પણ અસલ જિંદગીમાં આવું ક્યારેય નથી થતું.” આ ડાયલોગ પરથી સ્પષ્ટ થાય છે કે ‘એક દિન’ માત્ર એક સાદી પ્રેમ કહાની નથી, પરંતુ તેમાં પ્રેમ અને દિલ તૂટવાની વેદના પણ જોવા મળશે. આ એક ક્લાસિક અને સોફ્ટ લવ સ્ટોરી હોવાનું જણાઈ રહ્યું છે.


આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને મન્સૂર ખાને કર્યું છે. આ જોડીએ અગાઉ ‘કયામત સે કયામત તક’, ‘જો જીતા વહી સિકંદર’ અને ‘જાને તુ યા જાને ના’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે વર્ષો પછી આ જોડી જુનૈદ અને સાઈ પલ્લવી જેવી ફ્રેશ જોડી સાથે એક નવી પ્રેમ કહાની લઈને આવી રહી છે. ફેન્સ આ ફિલ્મને ‘કયામત સે કયામત તક’ જેવી જ સંગીતમય અને ભાવુક લવ સ્ટોરી માની રહ્યા છે. ‘એક દિન’ આગામી 1 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version