News Continuous Bureau | Mumbai
ભારતના પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોમાંનો એક ફિલ્મફેર એવોર્ડ્સ,તેની 69મી આવૃત્તિ સાથે ગુજરાત રાજ્યમાં પાછો ફર્યો છે. ફિલ્મફેર અને રાજ્ય સરકારે બુધવારે 2024માં ગુજરાતમાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
કેબિનેટ મંત્રી એ ફિલ્મફેર ને લઇ ને જાહેર કર્યો ઉત્સાહ
એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુલુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત રીતે મુંબઈમાં આયોજિત, ફિલ્મફેર એવોર્ડ 2024ની આવૃત્તિ માટે ગુજરાતમાં ખસેડવામાં આવશે. ટ્વિટર પર તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે વાઈબ્રન્ટ ગુજરાત 2024માં પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરશે.
આ સમાચાર પણ વાંચો: Noida Section 144: ઉત્તર પ્રદેશ ગૌતમ બુદ્ધ નગરમાં આ તારીખ સુધી કલમ 144 લાગુ, રસ્તા અને જાહેર સ્થળો પર નમાઝ તેમજ પૂજા પર મુકાયો પ્રતિબંધ..
The Filmfare Awards 2024 will be hosted by vibrant Gujarat!
CM Shri @Bhupendrapbjp ji will grace the event with his esteemed presence and will sign MoU for Filmfare Award 2024 in Gandhinagar. pic.twitter.com/RmCerObccS
— Rushikesh Patel (@irushikeshpatel) July 19, 2023
68મા ફિલ્મફેર નું આયોજન મુંબઈ માં થયું હતું
તમને જણાવી દઈએ કે 68મો ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાયો હતો. આ સમારોહને સલમાન ખાન તેમજ આયુષ્માન ખુરાના-મનીષ પોલે હોસ્ટ કર્યો હતો. તે જ સમારોહમાં, વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જાહ્નવી કપૂર, ગોવિંદા અને જેકલીન ફર્નાન્ડિઝે તેમનું ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.