News Continuous Bureau | Mumbai
Hrithik roshan: રિતિક રોશન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. રિતિક રોશન એ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ના છૂટાછેડા પણ થઇ ગયા હતા. પરંતુ બંને સારા મિત્રો છે અને પોતાના દીકરાઓના ઉછેર સારી રીતે કરી રહ્યા છે. એક તરફ સુઝેન ખાન આર્સલાન સાથે રિલેશનશિપમાં છે તો બીજી તરફ રિતિક રોશન પણ સબા આઝાદ ને ડેટ કરી રહ્યો છે. હવે સુઝેન ખાન અને સબા આઝાદ ગોવામાં એકસાથે ચીલ કરી રહ્યા છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
આ સમાચાર પણ વાંચો : Pulkit samrat: લગ્ન બાદ પુલકિત સમ્રાટ એ કૃતિ ખરબંદા અને તેના પરિવાર માટે કર્યું આ કામ, અભિનેતા ના વિચાર જાણી તમને પણ લાગશે નવાઈ
સબા આઝાદ અને સુઝેન ખાન ની તસવીર
રિતિક રોશન અને સુઝેન ખાનના પુત્ર હ્રેહાન રોશનનો 18મો જન્મદિવસ તાજેતરમાં ગોવામાં ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર એક તસવીર ની ચર્ચા થઇ રહી છે જેમાં રિતિક ની એક્સ વાઈફ સુઝેન અને ગર્લફ્રેન્ડ સબા એકસાથે ક્યૂટ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. વાસ્તવ માં સુઝેન ખાને તેના ઇન્સ્ટા સ્ટોરી પર સબા આઝાદ સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તેને સબા આઝાદને ટેગ કરતાં લખ્યું, ‘પ્રેમ અને સૂર્યપ્રકાશ માટે આભાર પ્રિય સબુ.’ આ તસવીરનો જવાબ આપતા સબા આઝાદે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘અત્યાર સુધીના શ્રેષ્ઠ સમય માટે આભાર મેરી સુઝ.’

બંનેની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચે કેટલી સારી મિત્રતા છે. બંને એકબીજા સાથે ખૂબ જ સારું બોન્ડ શેર કરે છે.