Site icon

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ : કરણ મહેરા અને નિશા એકસાથે એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યાં,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

યે રિશ્તા ક્યા કહેલાતા હૈફેમ કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યા છે. કેટલાક સમય પહેલાં નિશા રાવલે કરણની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. એવું કહેવાય છે કે  આ દિવસો દરમિયાન બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી, જેને કારણે નિશાને માથા ઉપર વાગ્યું હતું. આ ઘટનાને કારણે બંનેના પરિવારજનો જ નહીં, પરંતુ તેમના ફેન્સને પણ હેરાની થઈ હતી. મુંબઈ પોલીસ પાસે ગયેલી નિશાએ જણાવ્યું હતું કે કરણનું અફેર ચાલી રહ્યું છે. ત્યાર બાદ મુંબઇ પોલીસે કરણની ધરપકડ કરી હતી. જોકે થોડીક જ વારમાં તેને જામીન પણ મળી ગયા હતા, ત્યાર બાદ બંને તેના દીકરા કવીશની કસ્ટડીને લઈને કાનૂની લડાઈ લડી રહ્યાં છે.

માધુરીના ગીતનો જાદુ ટોકિયો ઑલિમ્પિક 2020માં પહોંચ્યો; જાણો વિગત

હવે આ મામલામાં મોટી ખબર આવી રહી છે કે બંને પોતાના સંબંધને બીજો મોકો આપવા માગે છે. પાછલી બધી વાતો અને યાદો ભુલાવીને બંને તેમનાં લગ્નજીવનને એક તક આપવા માગે છે. એક રિપૉર્ટ મુજબ કરણ અને નિશા હાલમાં જ એકસાથે એક મોટા પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યાં હતાં. બંને સાથે નજરે પડતાં આ ખબર ચર્ચાનો વિષય બની છે. આ વાયરલ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ છે એક્સાઇટેડ છે. ફેન્સનું માનવું છે કે જો બંને પોતાના સંબંધની ફરીથી નવી શરૂઆત કરવા માગે છે તો આ નિર્ણય બંનેના પરિવારની સાથોસાથ તેના દીકરા કવીશના ભવિષ્ય માટે પણ સારું રહેશે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version