News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઇ ને હંમેશા ચર્ચા માં રહે છે. જ્હાન્વી તેની લવલાઈફ ને લઇ ને પણ ચર્ચા માં રહેતી હોય છે. હવે જ્હાન્વી ફરી તેની લવ્લી ને લઈને ચર્ચામાં આવી છે. જ્હાન્વી કપૂર ની બહેન ખુશી કપૂરે ગઈકાલે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા લંચ ડેટ પર જોવા મળી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
જ્હાન્વી કપૂર અને શિખર પહાડીયા નો વિડીયો
જ્હાન્વી કપૂર નો લન્ચ ડેટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્હાન્વી કપૂર રેડ કલર ના ડ્રેસ માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. જ્હાન્વી કપૂર ની સાતેહ ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. ખુશી કપૂર સફેદ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.આ સાથે શિખર પહાડીયા પણ બ્રાઉન શર્ટ અને જીન્સ માં જોવા મળ્યો હતો બંનેને સાથે જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યું છે.
View this post on Instagram
જહાન્વી કપૂર અને ખુશી કપૂર નું વર્ક ફ્રન્ટ
જ્હાન્વી કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી સાઉથ અભિનેતા જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરા માં જોવા મળશે.બીજી તરફ ખુશી કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરશે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Ranveer singh: શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં આ કામ કરતો જોવા મળ્યો રણવીર સિંહ, અભિનેતા નો વિડીયો થયો વાયરલ