News Continuous Bureau | Mumbai
શ્રીદેવી ની પુત્રી જાહન્વી કપૂર (Janhvi kapoor looks)દરેક પોશાક માં સુંદર લાગે છે પછી ભલે તે ભારતીય પોશાક હોય કે પછી રેડ કાર્પેટ પર પહેરવામાં આવતો ગાઉન હોય દરેક આઉટફિટ માં તે સુંદર લાગે છે. હાલમાં જ બધાનું ધ્યાન 'કોફી વિથ કરણ સીઝન 7' (koffe with karan)માં આવેલી જાહન્વી ના નવા લૂક પર અટકી ગયું છે. પરંતુ શું તમે જાણો છો જાહન્વી એ આ લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે.
આ શો માં જાન્હવી કપૂર તેની મિત્ર સારા અલી ખાન(Sara Ali Khan) સાથે જોવા મળશે.દર્શકો આ એપિસોડ જોવા ખુબજ ઉત્સુક છે. પરંતુ અહીં બધાની નજર જાહન્વી અને ડ્રેસ પર છે. જાહન્વી એ રેડ કલર નો સિક્વિન ગાઉન પહેર્યો હતો.
જાહન્વી એ એલેક્ઝાન્ડ્રે વોથિયર નામની બ્રાન્ડનો રેડ સિક્વિન બોડીકોન ડ્રેસ (bodycone dress)પહેર્યો હતો. આ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઈટ પર ડ્રેસની કિંમત 5373 યુરો જણાવવામાં આવી રહી છે. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ ડ્રેસની કિંમત 4 લાખ 29 હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે.
જાહન્વી ના ડસ્કી મેકઅપ અને ગ્લોઇંગ સ્કિનએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.આ સાથે તેને તેના સુંદર વાળ ખુલ્લા (open hair)રાખ્યા હતા.જાહન્વી એ પોતાના લુકને કમ્પ્લીટ કરવા ન્યૂડ લિપસ્ટિક(nude lipstick) અને હાઇલાઇટર સાથે સોફ્ટ-બ્રાઉન આઇશેડો કરી હતી.
અભિનેત્રી હાલમાં 'ગુડ લક જેરી'માં (good luck jerry)જોવા મળશે, જે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : હંમેશા બોલ્ડ ડ્રેસ માં દેખાતી પ્લાક તિવારીએ લાલ સાડી માં તસવીરો શેર કરી ચાહકો ને કરી દીધા દંગ-જુઓ ફોટોગ્રાફ્સ