News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: શ્રીદેવી ની મોટી દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ અને લવ લાઈફ ને લઇ ને ચર્ચામાં રહેતી હોય છે. હવે શ્રીદેવી ની નાની દીકરી ખુશી કપૂર પણ ઝોયા અખ્તર ની ફિલ્મ થઈ આર્ચીસ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આખો પરિવાર તેને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી પોતે કહ્યું હતું કે તે પોતાની બહેન માટે એક્ટિંગ કરિયર છોડી શકે છે.
ખુશી કપૂર માટે એક્ટીંગ છોડી શકે છે જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “સેટ પર મારી બહેનનો પહેલો દિવસ હતો અને હું કામના કારણે તેની સાથે તેના સેટ પર જઈ શકી ન હતી. પછી મેં પહેલીવાર એક્ટિંગ છોડવાનું વિચાર્યું. મેં વિચાર્યું કે આ બધું શું છે. જો હું મારા પરિવારને સમય ન આપી શકું તો?મેં વિચાર્યું કે કદાચ મારે અભિનય છોડીને માતા બનવું જોઈએ. તે સેટ પરની માતા છે જે કહે છે, ‘બાળક માટે જ્યુસ લાવો’. પરંતુ, હું હજી પણ અહીં છું. હા. આશા છે કે આ બધી મહેનત સાર્થક થશે.” તમને જણાવી દઈએ કે,જાહ્નવીએ પોતાની બહેન ખુશી કપૂરને યાદ કરતાં આ વાત કહી હતી.
આ સમાચાર પણ વાંચો : Gurmeet choudhary: આને કહેવાય અસલી હીરો, અભિનેતા ગુરમીત ચૌધરી એ રસ્તા પર બેભાન પડેલા વ્યક્તિ નો આ રીતે બચાવ્યો જીવ
ખુશી કપૂર ને ખુબ પ્રેમ કરે છે જાહ્નવી કપૂર
તમને જણાવી દઈએ કે ખુશી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શ્રીદેવી નું નિધન થયું છે ત્યારથી જાહ્નવી કપૂર તેની નાની બહેન ખુશી કપૂર ની એક માતા જેવી સંભાળ રાખી રહી છે. તે તેની નાની બહેન ને ખુબ પ્રેમ કરે છે.ખુશી કપૂર ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ‘ધ આર્ચીઝ’ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ થી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચન નો પૌત્ર અગસ્ત્ય નંદા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ છે 7મી ડિસેમ્બરે Netflix પર રિલીઝ થશે.