News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: બોલિવૂડ સેલેબ્સ નું લોકપ્રિય સ્થળ માલદીવ વિવાદોમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ ની મુલાકાત બાદ ભારત અને માલદીવ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. હવે માલદીવને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સેલેબ્સ પીએમ મોદીને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી જ્હાન્વી કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે.
જ્હાન્વી કપૂર આવી લક્ષદ્વીપ ના સપોર્ટમાં
જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર પોતાનો બિકીની ફોટો પોસ્ટ કરીને આ વિવાદમાં પીએમ મોદી અને લક્ષદ્વીપનું સમર્થન કર્યું છે. જ્હાન્વી કપૂરે લક્ષદ્વીપ ની પોતાની જૂની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, “બ્લુ ક્રિસ્ટલ ક્લિયર પાણી ખૂબ જ વાસ્તવિક છે. લક્ષદ્વીપ ખૂબ જ સુંદર છે! આપણા દેશના આ સુંદર સ્થળ તરફ જે ધ્યાન આપી રહ્યા છે તેના માટે હું આભારી છું. ભારતના ટાપુઓ ને એક્સપ્લોર કરવા હું હવે રાહ નથી જોઈ શકતી “
જ્હાન્વી કપૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Lakshadweep maldives controversy: પીએમ મોદી ની લક્ષદ્વીપ પોસ્ટ પર મચ્યો હંગામો ,#BoycottMaldives થઇ રહ્યું છે ટ્રેન્ડ, વડાપ્રધાન ના સમર્થન માં આવ્યા આ બોલિવૂડ કલાકાર