Jawan dialogue: જવાન ના એક ડાયલોગે ખેંચ્યું લોકો નું ધ્યાન, સમીર વાનખેડે થયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ, જાણો સમગ્ર મામલો

Jawan dialogue: જવાનનું ટ્રેલર શાહરૂખ ખાનના ફેન્સને પસંદ આવી રહ્યું છે. શાહરૂખ એક સીનમાં પુત્ર પર ડાયલોગ બોલે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વાતને આર્યન ખાન સાથે જોડી રહ્યા છે.

by Zalak Parikh
jawan dialogue reminds shahrukh khan fans of sameer wankhede aaryan drug case

News Continuous Bureau | Mumbai

Jawan dialogue: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું બહુપ્રતિક્ષિત ટ્રેલર આવી ગયું છે. તેના સીનથી લઈને શાહરૂખના લુક્સ હેડલાઈન્સમાં છે. ટ્રેલરમાં એક સંવાદે બધાનું ધ્યાન ખેંચ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે આ ડાયલોગ શાહરૂખના પુત્ર આર્યન સાથે સંબંધિત છે. એટલું જ નહીં, શાહરૂખના ચાહકોનું માનવું છે કે તેમના કિંગ ખાને આ ઈશારો સમીર વાનખેડે તરફ કર્યો છે. સમીર વાનખેડે એ જ અધિકારી છે જેણે આર્યનની ધરપકડ કરી હતી.

 

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું સમીર વાનખેડે નું નામ 

જવાનના ટ્રેલરની સાથે સમીર વાનખેડેનું નામ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. શાહરૂખના ચાહકો આના પર અનેક ટ્વિટ (X) કરી રહ્યા છે. શાહરૂખ ખાન જવાનના એક સીનમાં કહે છે, પુત્રને સ્પર્શ કરતા પહેલા પિતા સાથે વાત કરો. હવે આ ડાયલોગ્સ પર લોકો અનુમાન લગાવવા લાગ્યા છે.


એક યુઝરે ડાયલોગ સાથે લખ્યું છે કે, અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોની તરફ છે.

 


અન્ય એક સમીર વાનખેડેને ચેતવણી આપતા લખ્યું છે કે, પુત્રને સ્પર્શ કરતા પહેલા પિતા સાથે વાત કરો. આ ડાયલોગ સાથે લોકો #SameerWankhede હેશટેગ લખી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સમીર વાનખેડે આ કેસની આગેવાની કરી રહ્યા હતા. કેસની તપાસ બાદ આર્યનને ક્લીનચીટ મળી છે. આ પછી સમીર વાનખેડે પર આ કેસમાં શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની ખંડણી  કરવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan dance: જવાનની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં શાહરૂખ ખાને કર્યો જોરદાર ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સ થી સ્ટેજ પર મચાવી દીધી ધૂમ

Join Our WhatsApp Community

You may also like