ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં અનધિકૃત બાંધકામો સામે મનપા કાર્યવાહી કરી રહી હતી, તેને કવર કરવા ટીવી, મીડિયા જમા થયું હતું. ત્યારે કેટલાક નવા પત્રકારોએ પોસ્ટમેનને ખાખી યુનિફોર્મ પહેરેલો જોઈ મહાનગર પાલિકાનો કર્મચારી સમજી લીધો હતો. એકને પ્રશ્નો પૂછતાં જોઈ બીજા મીડિયા વાળાઓએ પણ માઇક આગળ ધરી દીધા હતા. કંઈપણ સમજયા વગર પ્રશ્નનોનો મારો ચલાવ્યો હતો. જેમ કે , ‘કંગના કા ઓફિસ કયું તોડા આપને?’ વગેરે વગેરે.. ત્યારે ઘેરાઈ ગયેલાં પોસ્ટમેન બૂમ પાડી કહ્યું કે તે પોસ્ટમેન છે. તેણે કોઈ તોડફોડ કરી નથી.. ટી.આર.પી.ની સ્પર્ધામાં રિપોર્ટરોએ પોસ્ટમેનના શર્ટ પર 'ભારતીય ડાક'નો લોગો પણ જોયો ન હતો. એક પત્રકારની નજર પડતાં આખરે તે પોસ્ટમેનને છોડવામાં આવ્યો હતો.
