Site icon

Kaabil 2 Confirmed: હૃતિક રોશનની ‘કાબિલ’ ની સિક્વલ પર લાગી મહોર; સંજય ગુપ્તા એ ફિલ્મની વાર્તા અને એક્શનને લઈને આપ્યું મોટું નિવેદન

Kaabil 2 Confirmed: ડાયરેક્ટર સંજય ગુપ્તાએ સિક્વલના સમાચાર પર મારી મહોર; હૃતિક રોશન ફરી એકવાર રોહન ભટનાગરના પાત્રમાં મચાવશે ધૂમ

Kaabil 2 Confirmed! Director Sanjay Gupta promises an even more intense and deadly sequel with Hrithik Roshan

Kaabil 2 Confirmed! Director Sanjay Gupta promises an even more intense and deadly sequel with Hrithik Roshan

News Continuous Bureau | Mumbai

Kaabil 2 Confirmed: બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશનના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હૃતિકની કરિયરની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક ‘કાબિલ’ ની સિક્વલ હવે કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મના મેકર સંજય ગુપ્તાએ  પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં પુષ્ટિ કરી છે કે ‘કાબિલ 2’ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2017માં આવેલી ‘કાબિલ’ માં હૃતિકે એક દ્રષ્ટિહીન વોઈસ આર્ટિસ્ટનું પાત્ર ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ

હૃતિક રોશને અગાઉ જ આપ્યો હતો સિક્વલનો સંકેત

 રસપ્રદ વાત એ છે કે, લગભગ એક વર્ષ પહેલા જાન્યુઆરી 2025 માં ‘ધ રોશન્સ’ ના પ્રમોશન દરમિયાન હૃતિક રોશને પોતે આ ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે હૃતિકને પૂછવામાં આવ્યું કે તેની કઈ ફિલ્મની સિક્વલ  બનવી જોઈએ, ત્યારે તેણે કોઈ પણ ખચકાટ વગર ‘કાબિલ’ નું નામ લીધું હતું. હૃતિકનું માનવું હતું કે આ વાર્તા હજુ આગળ વધવાને પાત્ર છે. હવે મેકર્સની જાહેરાત બાદ હૃતિકનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે.’કાબિલ’ માં હૃતિકે રોહન ભટનાગરનું પાત્ર ભજવ્યું હતું, જેની પત્ની (યામી ગૌતમ) સાથે થયેલા અન્યાયનો બદલો તે અત્યંત ચતુરાઈથી લે છે.


સંજય ગુપ્તાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે પાર્ટ 2 માં એક્શન અને થ્રિલરનો ડોઝ પહેલા કરતા બમણો હશે. ફિલ્મની વાર્તા ક્યાંથી શરૂ થશે અને સ્ટારકાસ્ટમાં કોણ હશે તે અંગે હજુ ગુપ્તતા રાખવામાં આવી છે. જોકે, હૃતિક રોશન ફરી એકવાર પોતાની અનોખી સ્ટાઈલમાં દુશ્મનોનો સામનો કરતો જોવા મળશે તે નક્કી છે. હાલમાં હૃતિક તેની આગામી ફિલ્મ ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારબાદ તે ‘કાબિલ 2’ પર કામ શરૂ કરે તેવી શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Suhana Khan Rejection Story: જ્યારે સ્કૂલ પ્લેમાં રિજેક્ટ થતા ભાંગી પડી હતી સુહાના ખાન; સ્ટારડમ પાછળ છુપાયેલું છે કિંગ ખાનની પુત્રીનું આ દર્દ
Viral News: કોલ્ડ ડ્રિંકની જાહેરાત જોઈને રેસ લડવા ઉતરેલા યુવકની હાર; સલમાન ખાન અને રિતિક રોશન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
Exit mobile version