News Continuous Bureau | Mumbai
Tejas:કંગના રનૌત તેની ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચા માં હતી. હવે ‘તેજસ’ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માં કંગના રનૌતે ભારતીય વાયુસેનાના પાયલટની દમદાર ભૂમિકા ભજવી છે. કંગનાએ પણ આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું.હવે ફિલ્મ ‘તેજસ’ના પહેલા દિવસનો કલેક્શન રિપોર્ટ સામે આવ્યો છે. કંગનાની ‘તેજસ’એ શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી શરૂઆત કરી છે અને તેનું કારણ એ છે કે લોકોને ફિલ્મની વાર્તા બિલકુલ પસંદ આવી નથી.
આ સમાચાર પણ વાંચોઃ Urfi javed: ફરી ટોપલેસ થઇ ઉર્ફી જાવેદ, પોતાનું શરીર ઢાંકવા આ વસ્તુ નો કર્યો ઉપયોગ, વિડીયો જોઈ તમને પણ લાગશે નવાઈ
તેજસ નું બોક્સ ઓફિસ કલેક્શન
ગઈકાલે રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે,આ ફિલ્મ થી કંગના અને તેના ચાહકો ને ઘણી અપેક્ષા હતી પરંતુ ફિલ્મે અપેક્ષા કરતા ઘણી ઓછી કમાણી કરી છે. કંગનાની એક્ટિંગમાં રહેલી દેશભક્તિ લોકોના દિલને સ્પર્શી શકી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘તેજસ’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને વધુ ફાયદો થયો નથી. એવી અપેક્ષા હતી કે ફિલ્મ શરૂઆતના દિવસે સારો દેખાવ કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં.સર્વેશ મેવાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ લગભગ 45 કરોડ રૂપિયા છે. તે પ્રમાણે ફિલ્મની પહેલા દિવસની કમાણી કંઈ ખાસ રહી નથી.