Site icon

8 કલાક ખેતરોમાં કામ કરે છે કંગના રનૌતની માતા, લગ્ન માં ડાન્સ કરવા ને લઇ ને કહી આવી વાત

કંગના અવારનવાર તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરતી રહે છે અને તેમના વિશે જણાવતી રહે છે. આ વખતે તેણે તેની માતા આશા રનૌતનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખેતરમાં કામ કરતી જોવા મળે છે. કંગનાએ લખ્યું- આ મારી માતા છે. તે દરરોજ 7-8 કલાક ખેતી કરે છે.

kangana ranaut mother asha ranaut works at farm made distance from bollywood limelight

8 કલાક ખેતરોમાં કામ કરે છે કંગના રનૌતની માતા, લગ્ન માં ડાન્સ કરવા ને લઇ ને કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

 કંગના હંમેશા પોતાના અભિપ્રાયને લઈને સ્પષ્ટ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક લાંબી નોંધ લખી અને જણાવ્યું કે તેની પાછળ તેની પ્રેરણા કોણ છે. કંગનાએ તેની માતા નો ફોટો શેર કરીને જણાવ્યું કે કેવી રીતે તે હજુ પણ લાઇમલાઇટથી દૂર છે. ખેતરમાં કામ કરે છે. દરેકને પ્રેમથી મળે છે. લોકો ક્યારેક તેણીને લઇ ને ગેરસમજ કરે છે, પરંતુ તે ત્યારે પણ નમ્રતાથી વર્તે છે.

Join Our WhatsApp Community

 

કંગનાની માતા ખેતી કરે છે

કંગના અવારનવાર તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરતી રહે છે અને તેમના વિશે જણાવતી રહે છે. આ વખતે તેણે તેની માતા આશા રનૌતનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખેતરમાં કામ કરતી જોવા મળે છે. કંગનાએ લખ્યું- આ મારી માતા છે. તે દરરોજ 7-8 કલાક ખેતી કરે છે. લોકો ઘણી વાર ઘરે જઈ ને પૂછે છે કે અમારે કંગના ની માતા ને મળવું છે, તે નમ્રતાથી તેના હાથ ધોઈને તેને ચા આપે છે અને કહે છે, હું તેની માતા છું. ધન્ય છે મારી માતા અને તેનું પાત્ર!

કંગના એ શેર કરી પોસ્ટ 

આ સાથે કંગનાએ તેની માતાનો બીજો ફોટો પોસ્ટ કર્યો, તેને સ્ટોરીમાં અપડેટ કર્યો અને લખ્યું- મારી માતા સંસ્કૃત ભાષાની સરકારી શિક્ષક રહી છે. બસ એક જ ફરિયાદ છે, ફિલ્મના સેટ પર આવવા માંગતી નથી. બહારનું ખાવાનું નહીં ખાવું,ફક્ત ઘરનું જ ખાવાનું ખાવાનું. મા મુંબઈમાં રહેવા નથી માગતી, પરદેશ જવા નથી માગતી. બળજબરી કરીએ તો ગુસ્સે થઇ જાય છે.. તેના ચરણોમાં રહીયે તો પણ કેવી રીતે રહીયે?આ સાથે કંગનાએ પોસ્ટમાં આગળ લખ્યું કે- કૃપા કરીને ધ્યાન રાખો કે મારી માતા મારા કારણે અમીર નથી. હું રાજકારણીઓ, નોકરદારો અને ઉદ્યોગપતિઓના પરિવારમાંથી આવું છું. માતા 25 વર્ષથી વધુ સમયથી શિક્ષક છે, લોકોએ સમજવું જોઈએ કે મારું વલણ ક્યાંથી આવે છે અને હું તેમના જેવા ખરાબ કામ અને લગ્ન માં ડાન્સ કેમ નથી કરી શકતી. જેઓ ઓછા પૈસામાં લગ્ન અને પાર્ટીઓમાં ડાન્સ કરી શકે છે. તેઓ ક્યારેય સમજી શકશે નહીં કે વાસ્તવિક પાત્ર શું છે.

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version