ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર
એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે પરંતુ કપિલને આ ખ્યાતિ અને નામ રાતોરાત નથી મળ્યું, પરંતુ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. કપિલની આ સફળતા પાછળ એક અભિનેત્રીનો પણ મોટો રોલ છે. આ ખુલાસો કપિલે પોતે કર્યો છે.
કપિલ શર્માએ કહ્યું કે, તેની સફળતામાં અર્ચના પુરણ સિંહની મોટી ભૂમિકા છે. તમે 'ધ કપિલ શર્મા શો'માં ઘણીવાર જોયું હશે કે કપિલ અને અર્ચના એકબીજાની મજાક ઉડાવતા રહે છે. પરંતુ જો તેણે સ્ટ્રગલના દિવસોમાં કપિલને સપોર્ટ ન કર્યો હોત તો કદાચ તે ક્યારેય આટલો મોટો સ્ટાર ન બની શક્યો હોત.કપિલે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મને સ્ટાર બનાવવામાં અર્ચનાજીનો મોટો રોલ છે. સંઘર્ષના શરૂઆતના દિવસોમાં તે મારી ખૂબ પ્રશંસા કરતી હતી અને કલાકારને આ જ જોઈએ છે, જે તેનું મનોબળ વધારે છે. અમારી વચ્ચે કોઈ ઔપચારિકતા નથી. અમે ઘણા સારા મિત્રો છીએ અને તેથી જ અમે એકબીજાના પગ ખેંચતા રહીએ છીએ. 'ધ કપિલ શર્મા શો' પહેલા કપિલ 'કોમેડી સર્કસ'નો ભાગ રહી ચૂક્યો છે, જેમાં અર્ચના પુરણ સિંહ જજ હતી.
‘અનુપમા’ માં થી ગાયબ થઈ કાવ્યા, અભિનેત્રી એ શો માંથી બ્રેક લેવાનું જણાવ્યું સાચું કારણ
કપિલે એ તમામ સેલેબ્સ અને સેલિબ્રિટીઓ વિશે પણ વાત કરી જેમને વર્ષોથી શો દ્વારા હોસ્ટ કરવાની તક મળી. તેણે કહ્યું, હું જેમનો ઘણો મોટો ફેન હતો તેમને હું શો માં મળ્યો જેમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જી સામેલ છે.ભગવાન ખૂબ જ દયાળુ છે. હું શૂટ પર જ અમિતાભ બચ્ચનને પહેલીવાર મળ્યો હતો. શું તમે જાણો છો કે વર્ષ 2013માં જ્યારે મારો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શરૂ થયો હતો, ત્યારે ધર્મેન્દ્રજી પહેલીવાર આ શોમાં આવ્યા હતા, જેનો પંજાબમાં જબરદસ્ત ક્રેઝ છે. ઘણા મોટા સ્ટાર્સ અને ગાયકો મને ખૂબ પ્રેમથી મળ્યા અને કહ્યું કે તેઓ મારા મોટા ચાહકો છે. આનાથી મોટી વાત શું હોઈ શકે.