News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ગુલમહોર’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીની સાથે અભિનેત્રી શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દિવસોમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર ‘ગુલમહોર’ નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હવે, તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન મનોજ બાજપેયી એ ખુલાસો કર્યો હતો કે તે એક ટ્રેન્ડ ડાન્સર છે પરંતુ તેણે હૃતિક રોશનને જોઈને પોતાનો ડાન્સ છોડી દીધો હતો. મનોજ બાજપેયીનું આ નિવેદન સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
મનોજ બાજપેયી એ ઇન્ટરવ્યુ માં જણાવી આ વાત
એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયી એ કહ્યું હતું કે તેઓ થિયેટરના હોવાથી ત્યાંના કલાકાર માટે ગાયન અને નૃત્ય એ જરૂરી શરત હતી. તેણે કહ્યું, “જો તમે ફ્રન્ટલાઈન ગાયક નથી, તો ઓછામાં ઓછું તમારે કોરસ સિંગર બનવું જોઈએ.” તેણે કહ્યું કે તેણે છાઉ ડાન્સની તાલીમ લીધી હતી પરંતુ જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે હૃતિક રોશન નું પરફોર્મન્સ જોયું, ત્યાર બાદ તેણે પોતાની જાતને કહ્યું, “આજ પછી ડાન્સિંગ નું સપનું બંધ કેમ કે હું આ નહીં શીખી શકું.”
‘ગુલમોહર’ OTT પર રિલીઝ થશે
બીજી તરફ ફિલ્મ ‘ગુલમહોર’ની વાત કરીએ તો રાહુલ વી ચિત્તેલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની સાથે અભિનેતા સૂરજ શર્મા, અમોલ પાલેકર અને કાવેરી સેઠ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટર મનોજ બાજપેયી પિતાના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર 3 માર્ચે રિલીઝ થશે.